For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીને સાંભળવાનો ચાર્જ ચૂકવવો પડશે, રકમ ઉત્તરાખંડ પીડિતોને અર્પણ કરાશે

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

હૈદ્વાબાદ, 15 ગુજરાત: અત્યાર સુધી એવું થતું હતું કે નેતા પૈસા આપીને રેલીમાં ભીડ એકઠી કરે છે પરંતુ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના મુદ્દે એકદમ ઉલટું રહ્યું છે. જો તમારે નરેન્દ્ર મોદીનું ભાષણ સાંભળવું હોય તો તમારે પાંચ રૂપિયા ચૂકવવા પડશે.

આગામી મહિને હૈદ્વાબાદમાં નરેન્દ્ર મોદી રેલી યોજાવવાની છે. રેલીમાં નરેન્દ્ર મોદી ભાષણ હશે. જે લોકો નરેન્દ્ર મોદીનું ભાષણ સાંભળવા માંગે છે તેમને પાંચ રૂપિયાની ટિકિટ ખરીદવી પડશે. ભાજપાની રાજ્ય એકમ ટિકિટ વહેંચવાની યોજના બનાવી છે. પાર્ટીએ આ પગલાંને યોગ્ય ગણાવતાં કહ્યું છે કે લોકો નરેન્દ્ર મોદીનું ભાષણ સાંભળવાની કિંમત ચૂકવવી પડશે.

આંધ્ર પ્રદેશ ભાજપ અધ્યક્ષ કિશન રેડ્ડીએ જણાવ્યું હતું કે 'અત્યાર સુધી રાજકીય પક્ષો પોતાની રેલીમાં લોકોને એકઠા કરવા માટે પૈસા ખર્ચ કરતા હતા પરંતુ આ એક અનોખી શરૂઆત છે કે જ્યારે લોકો પોતાના મનપસંદ નેતાને સાંભળવા માટે પૈસા આપી રહ્યાં હોય અને અમને નથી લાગતું કે નરેન્દ્ર મોદીના ભાષણને સાંભળવા માટે પૈસા કરવામાં હિચકિચાટ થશે. તેમને કહ્યું હતું કે આ દરમિયાન જે પૈસા જમા થશે તેને ઉત્તરાખંડ સરકારને ત્યાં રાહતકાર્ય માટે આપવામાં આવશે.

ભાજપાના પ્રદેશ પ્રવક્તા એન રામચંદ્ર રાવે સંવાદદાતાઓને કહ્યું હતું કે 'અન્ય પાર્ટીઓ પોતાની રેલી માટે લોકોને પકડી-પકડીને લાવે છે.' તેમને કહ્યું હતું કે નરેન્દ્ર મોદીની રેલી દ્વારા એકઠા કરેલા પૈસા ઉત્તરાખંડ રાહતમાં દાન કરવામાં આવશે.

narendra-modi

આંધ્ર પ્રદેશ ભાજપના સભ્યોનું કહેવું છે કે લોકો નરેન્દ્ર મોદીને સાંભળવા માંગે છે. નરેન્દ્ર મોદીનો જાદૂ લોકોને માથે ચડીને બોલી રહ્યો છે. એટલે પાર્ટી નરેન્દ્ર મોદીની રેલીમાં સામેલ થવા માટે લોકો પાસેથી પૈસા વસૂલવાનું મન બનાવી લીધું છે.

નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા દિનપ્રતિ દિન વધતી જાય છે. ભાજપા નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા ગણાવી રહી છે અને હવે તેનો ચાર્જ પણ વસૂલ કરશે. પાર્ટીના નેતાઓએ જણાવ્યું હતું કે 11 ઓગષ્ટના રોજ હૈદ્વાબાદના લાલ બહાદુર સ્ટેડિયમમાં નરેન્દ્ર મોદીની રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. રેલીમાં એક લાખ લોકો જોડાઇ શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ રેલીના માધ્યમથી પાર્ટી દક્ષિણ ભારતમાં પોતાના ચૂંટણી પ્રચારની ઔપચારિક શરૂઆત કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદીને તાજેતરમાં ભાજપાની ચૂંટણી પ્રચાર સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. ચૂંટણી પ્રચાર સમિતિના અધ્યક્ષ અધ્યક્ષ બન્યા બાદ નરેન્દ્ર મોદી ધડાધડ રેલીઓ કરી રહ્યાં છે.

English summary
In an attempt to signal its confidence in Narendra Modi's popularity, the BJP has decided that anyone who wants to attend his rally in Hyderabad next month will have to pay Rs. 5.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X