For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જમ્મુ-કાશ્મિરના મંત્રીઓને પૈસા આપી રહી છે સેનાઃ વીકે સિંહ

By Super
|
Google Oneindia Gujarati News

VK-Singh
નવી દિલ્હી, 24 સપ્ટેમ્બરઃ જમ્મુ-કાશ્મિરમાં સત્તા પરિવર્તનના ષડયંત્રોના આરોપોનો સામનો કરી રહેલા પૂર્વ આર્મી પ્રમુખ જનરલ વી કે સિંહ દ્વારા સોમવારે આપવામાં આવેલા નિવેદન પર ફરી હંગામો મચ્યો છે. જનરલ સિંહએ દાવો કર્યો છે કે, જમ્મૂ-કાશ્મિરમાં સ્થિતિ સ્ટેબલ બનાવી રાખવા માટે સેના ત્યાંના કેટલાક મંત્રીઓને નિશ્ચિત રકમ આપે છે અને આ આઝાદીના સમયથી ચાલી આી રહ્યું છે.

જમ્મુ-કાશ્મિરમાં સત્તાધારી નેશનલ કોન્ફ્રેન્સના વીકે સિંહના નિવેદનને ખારીજ કરી દેવામાં આવ્યા છે. નેશનલ કોન્ફ્રેસના પ્રાંતીય પ્રધાન દેવેન્દ્ર સિંહ રાણાએ કહ્યું કે, દેશ અને ખાસ કરીને સેના માટે દુઃખદ અને દુર્ભાગ્યપૂર્ણ છે કે પૂર્વ સેના પ્રમુખ આ પ્રકારના આધારહીન નિવેદન આપી રહ્યાં છે. તેમણે કહ્યું કે, જનરલ વીકે સિંહ શરૂઆતથી જ ઉમર સરકાર વિરોધી હતા. તેમણે કાશ્મિરમાં એક રાજકિય પાર્ટી સાથે ગઠજોડ કરી રાજ્ય સરકાર વિરુદ્ધ સતત કાર્ય કર્યુ. રાણાએ સત્ય સામે લાવવા માટે ન્યાયિક અથવા સીબીઆઇ તપાસ કરાવવાની માંગ કરી છે.

જનરલ વીકે સિંહે ટાઇમ્સ નાઉ સાથે કરેલી વાતચીત દરમિયાન કહ્યું છે કે, સેના જમ્મૂ કાશ્મિરમાં તમામ મંત્રીઓને રકમ આપી છે, કારણ કે, રાજ્યમાં સ્થાયિત્વ બનાવી રાખવા માટે અનેક પ્રકારના કામ કરવામાં આવે છે અને મંત્રીઓને અનેક બાબતો કરવાની સાથોસાથ અનેક ગતિવિધિઓને પણ અંજામ આપવાનો હોય છે. જોકો, જ્યારે તેમને પૂછવામાં આવ્યુ કે, તમામ મંત્રીઓને રકમ આપવામાં આવે છે, તો તેમણે એમ કહીંને પોતાનું નિવેદન સુધાર્યું કે, બની શકે છે કે તમામ મંત્રી નહીં, પરંતુ કેટલાક મંત્રી અને લોકો છે, જેમણે ખાસ કામ કરાવવા માટે કેટલીક રકમ આપી છે. આ કામમાં કોઇ ખાસ ક્ષેત્રમાં સ્થાયિત્વ લાવવાનું સામેલ છે.

English summary
Reacting to accusations that he had funded a J&K politician to topple chief minister Omar Abdullah's government, former Army chief General VK Singh on Monday said those who levelled these allegations were anti-nationals as Army had to pay ministers in the border state to bring people together
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X