For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

35Aને લઈ મહેબૂબા મુફ્તીએ આપી ચેતવણી, કરશે ચૂંટણીનો બહિષ્કાર

35Aને લઈ મહેબૂબા મુફ્તીએ આપી ચેતવણી, કરશે ચૂંટણીનો બહિષ્કાર

|
Google Oneindia Gujarati News

શ્રીનગરઃ પીડીપીના સુપ્રીમો તથા જમ્મૂ અને કાશ્મીરના પૂર્વ સીએમ મહેબૂબા મુફ્તીએ ઘોષણા કરી કે રાજ્યમાં થનાર પંચાયતની ચૂંટણીનો તેમની પાર્ટી બહિષ્કાર કરશે. સોમવારે શ્રીગનરમાં પ્રેસ કોન્ફરન્સ કરીને મહેબૂબાએ સ્પષ્ટ કહી દીધું કે '35Aને બચાવવા માટે અમે કોઈપણ હદ સુધી જઈશું.' મહેબૂબાએ કહ્યું કે રાજ્યના લોકોએ ઘણા બલિદાન આપ્યા છે અને કોઈપણ કલમ 35એ સાથે છેડછાડ ન કરી શકે. તમને જણાવી દઈએ કે ફારુખ અબ્દુલ્લાની પાર્ટી નેશનલ કોન્ફ્રેન્સ પહેલા જ કહી ચૂકી છે કે જો કેન્દ્ર સરકાર 35એને બચાવવા માટે કોઈ પગલાં નહી ઉઠાવે તો તેઓ આ મુદ્દે માત્ર પંચાયતની જ નહી પણ લોકસભાની ચૂંટણીનો પણ બહિષ્કાર કરશે.

Mehbooba Mufti

ઑક્ટોબર અને ડીસેમ્બરમાં થશે ચૂંટણી
પીડીપી તરફથી જાહેર કરેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સુપ્રીમ કોર્ટમાં કલમ 35એ મામલે અટકેલી સુનાવણીને જેવી રીતે સ્થાનિક ચૂંટણી સાથે જોડીને હાલાત પેદા કરવામાં આવી રહ્યા છે તે લોકોની માનસિકતા માટે ગંભીર ખતરારૂપ છે, જે ખરેખર આ રાજ્યના ખાસ સંવિધાન પર એક હુમલા તરૂકે જુએ છે. પૂર્વ સીએમ તરફથી આકરી ચેતાવણી પણ આપવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે એમણે પહેલા જ ભાજપ અને પીએમ મોદીને આ વિશે જણાવી દીધું છે કે 35એ સાથે કોઈપણ પ્રકારની છેડછાડ સહન નહીં કરવામાં આવે.

રાજ્યની બે મોટી પાર્ટી તરફથી આ પ્રકારના ચૂંટણીનો બહિષ્કાર કરવા પર કેન્દ્રની ભાજપ સરકાર પણ વિચારમાં પડી ગઈ છે. રાજ્યપાલ સત્યપાલ મલિકે રવિવારે મહેબૂબા મુફ્તીના ઘરે જઈને મુલાકાત કરી હતી. રાજ્યપાલે એમને સમજાવવાની કોશિશ કરી હતી કે કોઈપણ પ્રકારે ચૂંટણીનો બહિષ્કાર ન કરે. પાછલા અઠવાડિયે જ અહીં ચૂંટણીની તારીખોનું એલાન થઈ ગયું છે. અહીં પાલિકા અને નગરપાલિકાની ચૂંટણીઓ ઓક્ટોબરના પહેલા અઠવાડિયામાં થશે જ્યારે પંચાયત ચૂંટણી ડિસેમ્બરમાં થશે.

આ પણ વાંચો- જાણો શું છે આર્ટિકલ 35A અને કેમ થઈ રહ્યો છે વિરોધ?

English summary
PDP to boycott panchayat polls over 35A says Mehbooba Mufti.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X