For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pegasus case: પેગાસસ મુદ્દે મમતા બેનર્જી એક્શન મોડમાં, તપાસ કમિટી બનાવી

પેગાસસ જાસૂસી મુદ્દે મમતા બેનર્જી એક્શન મોડમાં દેખાયા છે. મમતા બેનર્જીએ જાસૂસી કેસમાં તપાસ પંચની રચના કરી છે. બેનર્જીએ સોમવારે આ માહિતી આપી છે. જાસૂસીના આરોપોની તપાસ માટે મુખ્યમંત્રીએ બે સભ્યોની તપાસ પંચની રચના કરી છે.

|
Google Oneindia Gujarati News

પેગાસસ જાસૂસી મુદ્દે મમતા બેનર્જી એક્શન મોડમાં દેખાયા છે. મમતા બેનર્જીએ જાસૂસી કેસમાં તપાસ પંચની રચના કરી છે. બેનર્જીએ સોમવારે આ માહિતી આપી છે. જાસૂસીના આરોપોની તપાસ માટે મુખ્યમંત્રીએ બે સભ્યોની તપાસ પંચની રચના કરી છે. બે સભ્યોના આયોગની અધ્યક્ષતા કલકત્તા હાઈકોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ જ્યોતિર્મય ભટ્ટાચાર્ય કરશે. સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ મદન ભીમરાવ લોકુર તેના અન્ય સભ્ય છે.

Pegasus case

મમતા બેનર્જીએ કહ્યું કે, અમે વિચાર્યું હતું કે, આ ફોન હેકિંગની ઘટનામાં કેનદ્ર સરકાર તપાસ પંચની સ્થાપના કરશે અથવા કોર્ટના મોનિટરિંગમાં તપાસનો આદેશ આપશે. કેન્દ્રનું મૌન જોઇને અમે બે સભ્યોની તપાસ પંચની રચના કરી છે. તેની અધ્યક્ષતા કલકત્તા હાઈકોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ જ્યોતિર્મય ભટ્ટાચાર્ય કરશે. સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ મદન ભીમરાવ લોકુર તેના બીજા સભ્ય છે. મુખ્યમંત્રીએ કહ્યું કે પશ્ચિમ બંગાળના લોકોના નામ પેગાસસની સૂચિમાં શામેલ છે. કેન્દ્ર દરેકની જાસૂસી કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ કમિશન આ ગેરકાયદેસર હેકિંગને લઈને તપાસ કરશે.

ઉલ્લેખનિય છે કે, તાજેતરમાં એક મીડિયા જૂથે દાવો કર્યો હતો કે ઇઝરાઇલના પેગાસસ સ્પાયવેરનો ઉપયોગ કરીને ભારત સહિત ઘણા દેશોમાં રાજકારણીઓ, સરકારી અધિકારીઓ અને પત્રકારો પર નજર રાખવામાં આવી રહી છે. વિપક્ષ સતત આ મામલે તપાસની માંગ કરી રહ્યું છે.

English summary
Pegasus case: Mamata Banerjee in action mode on Pegasus issue, formed an inquiry committee
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X