Supreme Court : સુપ્રીમ કોર્ટમાં કુલ કેટલા કેસ પેન્ડિંગ છે? જાણો વર્ષે કેેટલા કેસ આવે છે?
છેલ્લા કેટલાક વર્ષોમાં નરેન્દ્ર મોદી સરકારની તાનાશાહી સામે લોકશાહી બચાવવાનું કેન્દ્ર બનેલી સુપ્રીમ કોર્ટ સતત ચર્ચામાં રહે છે.
સુપ્રીમ કોર્ટની સ્થાપ્ના ભારતમાં ન્યાય અને બંધારણની રક્ષા માટે કરવામાં આવી છે. હાલની સરકારના તાનાશાહી રવૈયા સામે સુપ્રીંમ કોર્ટની જવાબદારી ઘણી વધી ગઈ છે.

જણાવી દઈએ કે, 2023 ના અંત સુધીમાં સુપ્રીમ કોર્ટમાં 70,000 થી વધુ કેસ પેન્ડિંગ હતા. જાન્યુઆરી 2024 સુધીમાં આ સંખ્યા વધીને 80,221 થઈ ગઈ છે.
સુપ્રીમ કોર્ટ ઓબ્ઝર્વરના રિપોર્ટ અનુસાર, જાન્યુઆરી 2024માં સુપ્રીમ કોર્ટમાં 80,000થી વધુ કેસ પેન્ડિંગ હતા. માત્ર જાન્યુઆરી 2024 માં સુપ્રીમ કોર્ટમાં 1996 કેસ નોંધાયા. આ જ મહિનામાં સુપ્રીમ કોર્ટ દ્વારા 2420 કેસોનો પણ નિકાલ કરવામાં આવ્યો હતો.
જો કે, આ પછી પણ પડતર કેસ ન્યાય પ્રણાલીની કાર્યક્ષમતા પર સવાલો ઉભા કરે છે. જણાવી દઈએ કે, આ પેન્ડિંગ કેસોમાંથી મોટાભાગના સિવિલ અને ફોજદારી કેસ છે, જે વર્ષોથી પેન્ડિંગ છે. આ સિવાય બંધારણીય મુદ્દાઓ, પીઆઈએલ અને પરચુરણ અપીલો પણ પેન્ડિંગ લિસ્ટમાં સામેલ છે.
સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ કેસોની સંખ્યા દર વર્ષે વધી રહી છે. જાન્યુઆરી 2024 મહિનામાં 80,221 કેસ પેન્ડિંગ હતા તો જાન્યુઆરી 2023 મહિનામાં સુપ્રીમ કોર્ટમાં 78,400 કેસ પેન્ડિંગ હતા.
જાન્યુઆરી 2022માં સુપ્રીમ કોર્ટમાં 70,101 કેસ પેન્ડિંગ હતા. જો સુપ્રીમ કોર્ટમાં જજોની સંખ્યાની વાત કરીએ તો હાલમાં સુપ્રીમ કોર્ટમાં જજોની સંખ્યા 34 છે. આ સ્થિતિમાં તમે કલ્પના કરી શકો છો કે જજ પર કેટલા કેસ ક્લિયર કરવાનું દબાણ છે.












Click it and Unblock the Notifications
