For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જનતા નારાજ છે, થોડી અસર તો દેખાશે જ, મતગણતરી વચ્ચે બોલ્યા રાકેશ ટિકૈત

જનતા નારાજ છે, થોડી અસર તો દેખાશે જ, મતગણતરી વચ્ચે બોલ્યા રાકેશ ટિકૈત

|
Google Oneindia Gujarati News

ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામ માટે મતગણતરી શરૂ થઈ ગઈ છે. વિવિધ પાર્ટીઓએ પોતપોતાના જીતના દાવા કર્યા છે. ઉત્તર પ્રદેશના શરૂઆતી ટ્રેન્ડ્સમાં ભાજપે સપાની સરખામણીએ બઢત હાંસલ કરી લીધી છે. આ દરમિયાન, ભારતીય કિસાન યૂનિયનના પ્રવક્તા અને ખેડૂત નેતા રાકેશ ટિકૈતે નામ લીધા વિના ભાજપ પર પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું કે જનતા તેમનાથી નારાજ છે અને થોડી અસર તો દેખાવાની જ છે.

ભાજપ પર પ્રહાર કર્યો

ભાજપ પર પ્રહાર કર્યો

આજતક સાથે વાત કરતાં રાકેશ ટિકૈતે કહ્યું, "જ્યારે ચોર બેમાન થઈ જાય છે તો લડાઈ થઈ જાય ચે. આ ચોરી કરે છે, બેમાન પણ છે અને ગુંડા પણ છે." તેમણે આગળ કહ્યું કે તમારી મરજીથી મતદાન કરો. જનતા નારાજ છે અને કહી રહી છે કે તેઓ જીતશે નહીં. થોડી અસર તો દેખાશે જ. પંચાયતી ચૂંટણીની જેમ આ જિલ્લો બેમાની કરશે. ગણતરી શરૂ થતા પહેલા કહી રહ્યા છે કે અમે જ જીતીશું.

યુપીની 403 સીટ પર મતગણતરી ચાલુ

યુપીની 403 સીટ પર મતગણતરી ચાલુ

જણાવી દઈએ કે યુપીની કુલ 403 વિધાનસભા સીટ છે, જેના માટે ગુરુવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ થઈ ગઈ છે. ગત દવિસોમાં સામે આવેલા તમામ એક્ઝિટ પોલ્સમાં ભાજપને યૂપીમાં બહુમતીથી સત્તા બનાવતી હોવાનો અંદાજો આપવામાં આવ્યો છે. ઈન્ડિયા ટુડે-એક્સિસ માય ઈન્ડિયાના સર્વેમાં ભાજપને 288-326 સીટ મળવાનું અનુમાન છે. બીજી તરફ સમાજવાદી પાર્ટી 71-101 સીટ પર કબ્જો જમાવી શકે છે. બસપા 3-9 સીટ જીતી શકે ચે. જો કે સપાનો પણ દાવો છે કે તેઓ જ ચૂંટણીમાં જીતશે.

ચૂંટણી પરિણામમાં ખેડૂત આંદોલનની કેટલી અસર?

ચૂંટણી પરિણામમાં ખેડૂત આંદોલનની કેટલી અસર?

જણાવી દઈએ કે કેન્દ્ર સરકારના કૃષિ કાનૂનોને પગલે પંજાબ, યુપી, હરિયાણા સહિત કેટલાય રાજ્યોના હજારો ખેડૂતોએ આંદોલન કર્યું હતું. લગભગ એક વર્ષ સુધી ચાલેલા ખેડૂત આંદોલનને કારણે કેન્દ્ર સરકારે ત્રણેય કૃષિ કાયદા રદ્દ કરવા પડ્યા હતા. ભારતીય કિસાન યૂનિયનના પ્રવક્તા રાકેશ ટિકૈતે પણ કિસાન આંદોલનના સફળ થવા પાછળ મોટી ભૂમિકા નિભાવી હતી. એવામાં ખેડૂત આંદોલનને પગલે પશ્ચિમી યૂપીના ચૂંટણી પરિણામો પર લોકોની ખાસ નજર છે.

English summary
people are annoyed, a little effect will be seen, said Rakesh Tikait during the counting of votes
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X