હિંદી ફિલ્મોના વિલનને લોકોએ માર્યા પથ્થર

Written By:
Subscribe to Oneindia News

ફરી એકવાર રાજસ્થાન માં લોકોએ ફિલ્મ કલાકાર ને ગુસ્સાનો શિકાર બનાવ્યા છે. બોડીગાર્ડ, સોલ્જર વગેરે જેવી ફિલ્મોમાં નાના પરંતુ નોંધપાત્ર પાત્રો ભજવનાર ફિલ્મ અભિનેતા જીતુ વર્મા લોકોના ગુસ્સાનો શિકાર બન્યા છે. રાજસ્થાનના ચિત્તોડગઢ માં તેમની પર હુમલો થયો હતો. મુંબઇ મિરરની ખબર અનુસાર જીતુ પોતાની ગાડીમાં માઉન્ટ આબુથી જયપુર જઇ રહ્યાં હતા, ત્યારે કેટલાક અજ્ઞાત લોકોએ તેમની ગાડી પર પથ્થરમારો કર્યો હતો.

jitu verma

આંખ પર વાગ્યો પથ્થર

આ હુમલામાં એક પથ્થર અભિનેતાની આંખ પર વાગ્યો. ચિત્તોડગઢથી લગભગ 40 કિલોમીટર દુર આવેલા જંગલના વિસ્તારમાં આ ઘટના ઘટી હતી. ખૂબ મુશ્કેલીથી ડ્રાઇવરે ગાડીની ઝડપ વધારી અને જીતુને લઇ ઉદેપુર એરપોર્ટ પહોંચ્યા, જ્યાંથી તેઓ ફ્લાઇટ લઇ મુંબઇ પહોંચ્યા. પરંતુ ત્યાં સુધીમાં જીતુની આંખની ઇજાએ ગંભીર રૂપ ધારણ કરી લીધું હતું, તેમને તાત્કાલિક ઇલાજ માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.

jitu verma

ઇલાજનો ખર્ચ સુનીલ શેટ્ટી ઉઠાવી રહ્યાં છે

ઉપલબ્ધ જાણકારી અનુસાર, જીતુની આઇબ્રોમાં ફ્રેક્ચર થયું છે, તેમને 10 ટાંકા આવ્યા છે. તેમની ઇજા ગંભીર છે, જેની અસર તેમની આંખના તેજ પર પડી શકે છે. જીતુના ઇલાજનો તમામ ખર્ચો અભિનેતા સુનીલ શેટ્ટી ઉઠાવી રહ્યાં છે.

અહીં વાંચો - પોલેન્ડમાં ભારતીય વિદ્યાર્થી પર જીવલેણ હુમલો

પથ્થરમારાનું કારણ લૂંટ

આ હુમલાખોરો અંગે જીતુને કોઇ જાણકારી નથી. ના તો કોઇએ તેમને ધમકી આપી હતી. તેમને પોતાને પણ આ ઘટનાથી ઘણો આઘાત લાગ્યો છે. આથી, શક્ય છે કે લૂંટના ઇરાદાથી આ હુમલો કરવામાં આવ્યો હોય.

English summary
Actor Jeetu Verma’s car was attacked while he was en route from Mount Abu to Jaipur, a report says. He might lose sight in one eye, after his eyebrow was fractured in the attack.
Please Wait while comments are loading...