"સચિન મરે કે જીવે, એનાથી શું ફરક પડે છે?"

Written By:
Subscribe to Oneindia News

મહારાષ્ટ્ર ના અપક્ષ ધારાસભ્ય બચ્ચૂ કડૂએ ક્રિકેટ ના ગોડ મનાતા સચિન તેંડુલકર વિશે વિવિદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે સચિનને કબૂતર કહ્યા છે. તેમણે કહ્યું કે, 'સચિનના રન તો બધા જ ગણે છે, પરંતુ ખેડૂતના રન કોઇ નથી ગણતું.' અહમદનગર માં કિસાન યાત્રા દરમિયાન તેમણે આ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, 'સચિનના રન તો દિલ્હીથી ગલી સુધી સૌ કોઇ ગણે છે. ખેડૂત આખી જિંદગી જે રન બનાવે છે, તે ગણવાવાળું કોઇ નથી.'

mla vs sachin

'સચિનના રન ગણવાની કોઇ જરૂર નથી, એ કબૂતર જીવે છે કે મરી ગયું, શું ફરક પડે છે? રન ના બનાવીશ, અમને એની સાથે શું લેવા-દેવા. એને એટલો માથે ચડાવ્યો છે જાણે પાકિસ્તાન જીતીને ન આવ્યો હોય! ક્યારેક અહીંથી છગ્ગો ફટકારે છે, ક્યારેક ત્યાંથી ચોગ્ગો ફટકારે. એ તો કોઇ પણ કરી શકે છે.'

અહીં વાંચો - PM મોદીની જ રાહે ચાલી નીકળ્યાં છે CM યોગી...

હેમામાલિની અંગે પણ આપ્યું છે ચર્ચાસ્પદ નિવેદન

બચ્ચૂ કડૂએ આ પહેલાં હેમામાલિની અંગે પણ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે, 'લોકો કહે છે કે, દારૂને કારણે આત્મહત્યા કરતા ખેડૂતોની સંખ્યા વધી છે, પરંતુ આ ખોટી વાત છે. હેમામાલિની રોજ બંપર દારૂ પીએ છે, તો તેમણે હજુ સુધી આત્મહત્યા કેમ ન કરી?' તેમણે આગળ કહ્યું હતું, 'દારૂ કોણ નથી પીતું? 75 ટકાથી વધુ ધારાસભ્યો, સાંસદ અને પત્રકાર સુદ્ધાં દારૂ પીએ છે.'

English summary
People counts every run of Sachin Tendulkar nobody cares for farmers MLA.
Please Wait while comments are loading...