For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હીમાં સરકાર રચવા રાજી 'આપ', મહત્વની બેઠક આજે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 17 ડિસેમ્બર: દિલ્હીમાં હવે પછી કોની સરકાર બનશે એ સવાલનો હવે કચાદ ચોક્કસ જવાબ મળી શકશે, તેવી સંભાવના દેખાઇ રહી છે. આમ આદમી પાર્ટી સૈદ્ધાંતિકરીતે દિલ્હીમાં સરકાર બનાવવા માટે રાજી થઇ ગઇ છે. જોકે અંતિમ નિર્ણય સાત દિવસ બાદ જ લેવામાં આવશે.

આજે દિલ્હીમાં આમ આદમી પાર્ટીના મોટા નેતાઓની બેઠક છે. બેઠકમાં આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે. આવનારા 7 દિવસોમાં દિલ્હીના 280 વિસ્તારોમાં લોકોની સાથે બેઠક કરવામાં આવશે. જેમાં લોકોના મંતવ્યો લેવામાં આવશે. દરેક વિધાનસભા વિસ્તારમાં પણ દરરોજ 4 બેઠકો થશે.

'આપ' સૂત્રોએ મીડિયાને જણાવ્યું કે જો દિલ્હીની જનતા જો આપ દ્વારા સરકાર બનાવવા પર સહમતી દર્શાવશે તો ભવિષ્યમાં કોંગ્રેસ માટે ટેકો પાછો ખેંચવો ખૂબ જ મુશ્કેલ બની જશે.

જોકે પાર્ટીના મોટાભાગના નેતા સરકાર બનાવવાની વિરોધમાં છે. તેમનું માનવું છે કે ટેકો આપીને કોંગ્રેસ જાળ બિછાવી રહી છે. પરંતુ પાર્ટીના મોટા ભાગના નેતા સરકાર બનાવવાના પક્ષમાં છે. આ નેતાઓનું માનવું છે કે કેજરીવાલને સરકાર બનાવવાના પડકારથી ભાગવું જોઇએ નહીં.

ધર્મસંકટમાં કેજરીવાલ
આ પહેલા સોમવારે કોંગ્રેસે આપને સમર્થન પત્ર પણ આપી દીધો છે. કોંગ્રેસે આપના સંયોજક અરવિંદ કેજરીવાલના પત્રનો જવાબ આપીને તેમને ફસાવી દીધા છે. કોંગ્રેસે કેજરીવાલને મોકલેલા પત્રના જવાબમાં લખ્યું છે કે આપને 18માંથી 16 મુદ્દાઓ માટે વિધાનસભાની સહમતીની જરૂરત નથી. એ સત્તાકિય કામ છે. બાકીના બે મુદ્દાઓ દિલ્હીની બહારના છે. આ મામલામાં કેન્દ્રને વાત કરવામાં આવશે. કોંગ્રેસના આ જવાબ બાદ કેજરીવાલ ધર્મસંકટમાં મૂકાઇ ગયા છે.

English summary
Senior leaders of the Aam Aadmi Party have decided that they are in-principle ready to form the next government in Delhi.The Political Affairs Committee of AAP was scheduled to meet on Tuesday to seek an appropriate response to Congress' reply to Arvind Kejriwal's 18-point poser.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X