For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફરી પેટ્રોલ અને ડીઝલની કિંમત વધી, સામાન્ય માણસનું તેલ નીકળ્યું

સતત વધી રહેલી પેટ્રોલ અને ડીઝલની કિંમતો સામાન્ય માણસના ખિસ્સામાં આગ લગાવી રહી છે. દિલ્હી સહીત દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો થયો છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

સતત વધી રહેલી પેટ્રોલ અને ડીઝલની કિંમતો સામાન્ય માણસના ખિસ્સામાં આગ લગાવી રહી છે. દિલ્હી સહીત દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો થયો છે. સોમવારે દિલ્હીમાં પેટ્રોલ 13 પૈસા અને ડીઝલ 14 પૈસા વધીને નવા રેકોર્ડ પર પહોંચી ગયું છે. ગયા શુક્રવારે જ પેટ્રોલની કિંમત પોતાના બે મહિનાના સૌથી ઉપલા સ્તરે પહોંચી ગઈ હતી. એક્સપર્ટ અનુસાર આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમત વધવા અને ડોલરને મુકાબલે રૂપિયો નીચે પડવાને કારણે પેટ્રોલ અને ડીઝલની કિંમત સતત વધી રહી છે.

આજની કિંમત

આજની કિંમત

સોમવારે દિલ્હીમાં પેટ્રોલ 77.96 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 69.51 રૂપિયા પ્રતિ લીટર પહોંચી ગયું છે. જયારે મુંબઈમાં પેટ્રોલની કિંમત 85.38 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 73.79 રૂપિયા પ્રતિ લીટર પહોંચી ચુકી છે. કોલકાતામાં પેટ્રોલ 13 પૈસા મોંઘુ થઈને 80.89 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 72.35 રૂપિયા પ્રતિ લીટર પહોંચી ગયું છે. જયારે ચેન્નાઈમાં પેટ્રોલની કિંમત 80.99 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 73.43 રૂપિયા પ્રતિ લીટર પહોંચી ગયું છે.

શુક્રવારે કિંમત બે મહિનાના ઉપલા સ્તરે

શુક્રવારે કિંમત બે મહિનાના ઉપલા સ્તરે

આ પહેલા શુક્રવારે દિલ્હીમાં ડીઝલ 69.23 રૂપિયા પ્રતિ લીટર, મુંબઈમાં 73.49 રૂપિયા પ્રતિ લીટર, કોલકાતામાં 72.07 રૂપિયા પ્રતિ લીટર અને ચેન્નાઈમાં 73.13 રૂપિયા પ્રતિ લીટર પહોંચી ગયું છે. એક્સપર્ટ અનુસાર આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમત વધવા અને ડોલરને મુકાબલે રૂપિયો ઘટવાને કારણે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં તેજી આવી છે.

હાલમાં રાહતના કોઈ આસાર નથી

હાલમાં રાહતના કોઈ આસાર નથી

એક્સપર્ટ અનુસાર હાલમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં રાહત મળે તેવી કોઈ જ સ્થિતિ નથી દેખાઈ રહી. ઇન્ટરનેશનલ માર્કેટમાં જ્યાં કાચા તેલની કિંમત વધી રહી છે. ત્યાં જ બીજી બાજુ ડોલરને મુકાબલે ભારતીય રૂપિયો સતત ઘટી રહ્યો છે. ડીઝલની કિંમતો વધવાને કારણે રોજ ઉપયોગની વસ્તીઓ મોંઘી થવાને કારણે લોકોને વધારે આર્થિક પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.

English summary
Petrol and Diesel Rates Increase, Reaches Record Level in Delhi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X