
CAA પ્રેટેસ્ટ ફંડીંગની વાત PFIએ નકારી કાઢી, રવિશંકરે કહ્યું કે પ્રદર્શનોનું આયોજન સ્વેચ્છીક નહી
સિટીઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ 2019 (સીએએ) એક્ટ સામે થયેલા વિરોધ વિશે ઘણી મહત્વપૂર્ણ બાબતો સામે આવી રહી છે. ઇડીને ખબર પડી છે કે યુપીમાં સીએએ વિરુદ્ધ તાજેતરમાં થયેલા હિંસક વિરોધ પ્રદર્શનનો કેરળ સ્થિત પીએફઆઈ સાથે આર્થિક વ્યવહાર હતો. એવો આરોપ છે કે પીએફઆઈએ ગયા વર્ષે ડિસેમ્બરમાં ઉત્તર પ્રદેશમાં સીએએ વિરુદ્ધ કરવામાં આવેલા વિરોધ માટે 120 કરોડ રૂપિયાના ભંડોળ પૂરા પાડ્યા હતા. જો કે પીએફઆઈએ આ આરોપોને નકારી દીધા છે.
આ સમગ્ર ઘટના અંગે પ્રતિક્રિયા આપતા કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે કહ્યું કે, એજન્સીઓ પોતાનું કામ કરી રહી છે, હું આ અંગે કોઈ પ્રતિક્રિયા આપવા માંગતો નથી. પરંતુ જો ત્યાં કેટલાક શંકાસ્પદ વ્યવહારો થાય છે, તો તે ચોક્કસપણે શંકા ઉભી કરે છે. દેખાવોનું આયોજન સ્વૈચ્છિક જણાતું નથી. પીએફઆઈના જનરલ સેક્રેટરી મોહમ્મદ અલી ઝીણાએ સીએએ વિરોધી દેખાવો માટે નાણાં આપવાના આરોપને નકારી કાઢ્યો છે.
Union Minister Ravi Shankar Prasad: Law enforcement agencies are doing their job, I need not make any comment. But if there is suspicious nature of transaction on a particular day then obviously it raises serious apprehension& protests that are organised don't look voluntary. https://t.co/Q9PEh10IGq pic.twitter.com/OUVIsWRnAr
— ANI (@ANI) January 27, 2020
મોહમ્મદ અલી ઝીણાએ કહ્યું, "અમે સીએએ વિરોધ પ્રદર્શિત કરવા માટે પીએફઆઈ પર નાણાકીય આક્ષેપો થયાના અહેવાલોની સખત નિંદા કરીએ છીએ. અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે સીએએનો વિરોધ કરવા માટે પીએફઆઈ સાથે જોડાયેલા 73 બેંક ખાતાઓ દ્વારા 120 કરોડ રૂપિયા મોકલવામાં આવ્યા છે. ઉત્તર પ્રદેશ પોલીસે ભૂતકાળમાં પીએફઆઈ પર પ્રતિબંધ મૂક્યો હતો. થોડા દિવસો પહેલા એવું અહેવાલ મળ્યું હતું કે તે રાજ્યમાં સીએએ વિરુદ્ધ હિંસક પ્રદર્શનમાં કથિત રીતે સામેલ હતો.