તોફાન ‘ફેલિન’ને શ્રીકાકુલમમાં સર્જી તબાહી
હૈદરાબાદ, 13 ઓક્ટોબરઃ તબાહીનું તોફાન ફેલિન દક્ષિણ ઓરિસ્સા તટને પાર થઇ ચૂક્યું છે. ઓરિસ્સા અને આંઘ્ર પ્રદેશ આ ચક્રવાતથી સૌથી વધારે પ્રભાવિત થયા છે. ઓરિસ્સામાં આ તોફાને કાચા ઘરો અને જૂની ઇમારતોની ભારે નુક્સાન પહોંચાડ્યું છે, વિજળી અને સંચાર વ્યવસ્થા સંપૂર્ણપણે ઠપ થઇ ગઇ છે. 7 લોકોના મોત નીપજ્યાં છે. અત્યારસુધી નુક્સાનનું સ્પષ્ટ આંકલન કરી શકાયું નથી.
ચક્રવાતી તોફાન ફેલીને આંઘ્ર પ્રદેશના શ્રીકાકુલમ જિલ્લામાં ભારે તબાહી મચાવી છે. જ્યાં ભારે હવાઓએ ભારે વરસાદ પડી રહ્યો છે. 200 કિમી પ્રતિ કલાકની ઝડપથી પહોંચેલા ચક્રવાતી તોફાન પોતાની સાથે ભારે વરસાદ અને ઝડપી હવાઓ લાવ્યું છે. તે ઓરિસ્સાની સીમા નજીક આવેલા જિલ્લાઓમાં તબાહીના નિશાન છોડી ગયું છે. જો કે, હાલ કોઇના મોતના સમાચાર નથી.













Click it and Unblock the Notifications
