For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજસ્થાનનુ ફલોદી દેશનુ બીજુ સૌથી ગરમ શહેર, 13 જિલ્લામાં તાપમાન 40 ડિગ્રીને પાર

રાજસ્થાનમાં ફલોદી 43.40 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે દેશમાં બીજુ સૌથી ગરમ શહેર રહ્યુ છે.

|
Google Oneindia Gujarati News

જયપુરઃ રાજસ્થાનનો મિજાજ હાલમાં ગરમ છે. રાજ્યના લોકો એપ્રિલમાં જ જૂન-જુલાઈ જેવી લૂ સહન કરવા માટે મજબૂર છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાના કારણે રાજસ્થાનમાં તાપમાન વધી રહ્યુ છે. વધતી ગરમીનો અંદાજ તેનાથી લગાવી શકાય છે કે રાજસ્થાનમાં ફલોદી 43.40 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે દેશમાં બીજુ સૌથી ગરમ શહેર રહ્યુ છે. મહારાષ્ટ્રના બ્રહ્મપુરીમાં સૌથી વધુ પારો રેકૉર્ડ કરવામાં આવ્યો છે. રાજ્યના 13 શહેરોમાં પણ દિવસનો પારો 40 ડિગ્રીને પાર કરી ગયો.

phalodi

દેશના સૌથી ગરમ શહેરોમાં 3 રાજસ્થાનના છે. જયપુરમાં પણ દિવસનુ તાપમાન 40.2 ડિગ્રી રહ્યુ કે જે સિઝનમાં બીજો સૌથી ગરમ દિવસ હતો. હોળીના દિવસે પણ રાજધાની જયપુરનો પારો આટલો જ હતો. રાજસ્થાન હવામાન વિભાગે એલર્ટ જાહેર કરીને કહ્યુ છે કે આગલા બે-ત્રણ દિવસ હવામાન પલટશે અને 15થી વધુ જિલ્લામાં લૂ અને વરસાદનો દોર ચાલશે ત્યારબાદ તાપમાનમાં ઘટાડાની સંભાવના છે.

ત્યારબાદ 15 એપ્રિલથી ગરમી વધશે. વળી, વર્ષ 2021માં સરેરાશ તાપમાનની દ્રષ્ટિએ માર્ચ ગયા 121 વર્ષમાં ત્રીજો સૌથી ગરમ મહિનો રહ્યો. ભારતીય હવામાન વિભાગની સમીક્ષા બેઠક દરમિયાન સામે આવ્યુ કે માર્ચમાં દેશનુ મહત્તમ તાપમાન 32.65 ડિગ્રી રહ્યુ. માર્ચ 2021માં દેશમાં ઘણા ભાગમાં તાપમાન 40 ડિગ્રી પાર કરી ગયુ. આ પહેલા માર્ચ 2010માં મહત્તમ સરેરાશ તાપમાન 33.09 ડિગ્રી હતુ. વળી, માર્ચ 2004માં તાપમાન 32.82 ડિગ્રી સેલ્સિયસ રહ્યુ હતુ.

વર્ષ 2021-22 માટે રેપો રેટ રહેશે 4%, RBIએ નથી કર્યો ફેરફારવર્ષ 2021-22 માટે રેપો રેટ રહેશે 4%, RBIએ નથી કર્યો ફેરફાર

English summary
Phalodi in Rajasthan is second hottest city in india maximum temperature 43.40 degrees
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X