Phalodi Satta Bazar : લોકસભા ચૂંટણીમાં કયા રાજ્યમાં બીજેપીને કેટલી સીટ? જાણો શું કહે છે ફલોદી સટ્ટા બજાર?
લોકસભા ચૂંટણીના ત્રણ ચરણ પુરા થયા છે અને રાજનીતિ ચરમ પર છે ત્યારે ફલોદી સટ્ટા બજારની આગાહી સામે આવી છે.
10 રાજ્યોની 96 બેઠકો માટે ચોથા તબક્કાનું મતદાન 13 મેના રોજ યોજાશે. અત્યાર સુધીમાં લોકસભાની કુલ 543માંથી 283 બેઠકો પર મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે.

આ દરમિયાન રાજસ્થાનના ફલોદી સટ્ટા બજારે લોકસભા ચૂંટણી 2024 પર અત્યાર સુધીની સૌથી મોટી આગાહી કરી છે. રાજ્યોમાં ભાજપને કેટલી બેઠકો મળશે તેની આગાહી કરી છે. ફલોદીના બુકીઓ સાચા કે ખોટા તે 4 જૂને મતગણતરીથી જાણી શકાશે.
હાલમાં ફલોદી સટ્ટાબજારમાં ભાજપની 297થી 300ની જીત માટે સોદા થઈ રહ્યા છે. કોંગ્રેસને 62-64 બેઠકો મળી રહી છે. લોકસભા ચૂંટણી 2024માં મતદાનનો તબક્કો પૂરો થઈ રહ્યો છે ત્યારે બીજેપીની બેઠકોની સંખ્યા પણ સતત ઘટી રહી છે.
બીજેપી 400 પારનો દાવો કરી રહી હતી પરંતુ લોકસભાની ચૂંટણીની આચારસંહિતા લાગુ થયા બાદ ભાજપને 345થી વધુ બેઠકો મળવાનો અંદાજ હતો, જે હવે 300ને પાર પણ નથી થઈ રહ્યો. અગાઉ તે કોંગ્રેસને 40-45 બેઠકો આપતા હતા, જે હવે 64 પર પહોંચી ગઈ છે. આ સ્થિતિમાં સાત તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ સ્થિતિ વધુ સ્પષ્ટ થશે.
હવે ફલોદી સટ્ટા બજારે લેટેસ્ટ અંદાજ શેર કર્યો છે, તેમાં ઘણી ચોંકાવનારી બાબતો છે. ગુજરાતમાં રાજપૂતોના વિરોધ છતાં ભાજપ ક્લીન સ્વીપની હેટ્રિકનો દાવો કરી રહી છે, જ્યારે રાજસ્થાનમાં દસ વર્ષ બાદ અડધો ડઝન બેઠકો પર કોંગ્રેસનું ખાતું ખૂલતું જોવા મળી રહ્યું છે.
ફલોદી સટ્ટા બજાર અનુસાર ભાજપને કેટલી બેઠકો?
ગુજરાતમાં ભાજપને 26 બેઠકો
મધ્યપ્રદેશમાં ભાજપને 27-28 બેઠકો
રાજસ્થાનમાં ભાજપને 18-20 બેઠકો
છત્તીસગઢમાં ભાજપને 10-11 બેઠકો
ઉત્તરાખંડમાં ભાજપને 5 બેઠકો
દિલ્હીમાં ભાજપને 6-7 બેઠકો
હરિયાણામાં ભાજપને 5-6 બેઠકો
ઉત્તર પ્રદેશમાં 64-65 બેઠકો ભાજપ
ઝારખંડમાં ભાજપને 10-11 બેઠકો
તમિલનાડુમાં ભાજપને 3-4 બેઠકો
ઓડિશામાં ભાજપને 11-12 બેઠકો
પંજાબમાં ભાજપને 2-3 બેઠકો
તેલંગાણામાં ભાજપને 5-6 બેઠકો
હિમાચલમાં ભાજપને 4 બેઠકો
પશ્ચિમ બંગાળમાં ભાજપને 20-22 બેઠકો












Click it and Unblock the Notifications
