For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Mumbai Stampede Photo : સરકારે કરી મૃતકોને 5 લાખની સહાય

મુંબઇના પરેલ સ્ટેશન પાસે થયેલી નાસભાગની ભયાનક તસવીરો જુઓ અહીં. સરકારે આ માટે મૃતકોના પરિવારને પાંચ લાખ રૂપિયાની સહાય કરી છે. તો સ્થાનિકોએ તંત્રનો દોષ નીકાળ્યો છે.

By Chaitali
|
Google Oneindia Gujarati News

મુંબઇની જીવાદારો સમાન લોકલ ટ્રેનમાં એક અફવાના કારણે ગણતરીની મિનિટોમાં કંઇક તેવું થઇ ગયું જેને ભૂલતા મુંબઇને સમય લાગશે. ભારે વરસાદના કારણે પરેલના એલફિંસ્ટન રેલ્વે પુલ અને સ્ટેશન પર પહેલાથી જ ભારે ભીડ હતી. એટલા જ અચનાક લોકો નાસભાગ કરવા લાગ્યા. તેવી અફવા ફેલાઇ કે સ્ટેશનનો શેડ પડી રહ્યો છે. લોકો અફવાને સાચી માની જીવ બચાવવા ગયા અને તેમાં જ જીવ ગુમાવી બેઠા. નવરાત્રીના ઉત્સવના ટાંણે મુંબઇમાં અચાનક જ આ કારમી હોનારત સર્જાઇ. જેમાં 22 લોકોની મોત થઇ છે અને 30 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.

મુંબઇ નાસભાગની તસવીર

મુંબઇ નાસભાગની તસવીર

પણ આ તમામની વચ્ચે જે તસવીરો આપી રહી છે. તે ખરેખરમાં કંપાવી મૂકે તેવી છે. અનેક લોકો જીવ બચાવવા માટે બીજી પર લટકી ગયા. જેમાંથી 5 જેટલા લોકો પુલ પરથી પડી મોતને ભેટ્યા હતા. આ કંપાવી છુટાડી દે તેવી ઘટના પછી સ્થાનિકોએ હોકર્સ અને તંત્ર પર રોષ વ્યક્ત કર્યો હતો.

સ્થાનિકોએ નીકાળ્યો રોષ

સ્થાનિકોએ નીકાળ્યો રોષ

આ ઘટનાનો ભોગ બનનાર લોકોએ કહ્યુ કે અચાનક જ લોકો ભાગવા લાગ્યા કંઇ સમજાય તેના પહેલા જ સ્થિતિ વણસી ગઇ. અને બચવાનો તેમની પાસે કોઇ જ માર્ગ નહતો. અનેક લોકોએ જણાવ્યું કે તેમને પુલ પર લટકી પોતાનો જીવ બચાવ્યો છે.

પુલ બન્યો મોતનું કારણ

પુલ બન્યો મોતનું કારણ

જે પુલ આ ઘટના થઇ છે તે બ્રિઝ અંગે જણાવતા સ્થાનિકોએ કહ્યું કે આ પુલ આમ પણ સાંકડો છે. વધુમાં ફેરિયાઓનું દબાણ આ પુલ પર છે. પોલીસ હફ્તા લઇને આવા ફેરિયાઓને અહીં બેસવા દે છે. જેના કારણે અમુક સમયે ત્યાં ચાલવાની પણ જગ્યા નથી હોતી. આ કારણે આવી ઘટના બની છે.

પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો

પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો

આ ઘટના પછી રેલ મંત્રી પિયૂષ ગોયલ અને મહારાષ્ટ્રના મંત્રી વિનોદ તાવડે કેમ્સ ઇજાગ્રસ્તોની ખબર અંતર પુછવા પહોંચ્યા હતા. પીએમ મોદીએ પણ ટ્વિટ કરીને આ માટે શોક વ્યક્ત કર્યું છે. વધુમાં રાજ્ય સરકારે મૃતકોના પરિવારને 5 લાખની સહાય આપવાની વાત પણ કરી છે. તો બીજી તરફ હાલ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી હાલ વિદેશ યાત્રા પર છે.

English summary
Photos of Mumbai Elphinstone Road station stampede: 22 dead, 30 injured
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X