For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાહુલે UPA સરકાર સમયે ગુજરાતની પરિયોજના રોકી હતી

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા રેલ્વે મંત્રી પીયૂષ ગોયલે પ્રેસવાર્તા કરીને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર મોટા આક્ષેપ કર્યા. જાણો આ અંગે વધુ અહીં.

|
Google Oneindia Gujarati News

રેલ્વે મંત્રી પીયૂષ ગોયલે કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર આરોપ લગાવ્યો છે. યુપીએ સરકાર સમયે વિકાસ પરિયોજના પર રોક લગાવવા મામલે રાહુલ ગાંધી પર આરોપ લાગ્યો છે. ગોયલે કહ્યું છે કે યુપીએ તે વખતે જ્યારે જયંતી નટરાજન પર્યાવરણ મંત્રી હતા, ત્યારે રાહુલ ગાંધીના સેક્રેટરીને મળ્યા પછી તેમણે ગુજરાતમાં અનેક પરિયોજનાઓને અનુમતિ નથી આપી. ગોયલે કહ્યું કે તેમની પાસે મેલ જેવા પુરાવા પણ છે. જેનાથી આ વાતની ખબર પડે છે. તેમણે કહ્યું કે ઇમેલમાં તે સ્પષ્ટ પણે કહ્યું છે કે ગુજરાતમાં પરિયોજનાઓને સ્થગિત કરો. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીએ ગુજરાતમાં નિરમા પ્રોજેક્ટ રોકાવ્યો હતો. જેના કારણે હજારો લોકોના હાથથી રોજગાર જતો રહ્યો હતો.

Piyush Goyal

પ્રેસવાર્તામાં રેલ્વે મંત્રી પીયૂષ ગોયલે તેમણ પણ કહ્યું કે કોંગ્રેસે કોલસા કૌભાંડના આરોપીઓને પણ બચાવ્યા છે. કોલસા કૌભાંડના આરોપીઓને ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી મઘુ કોડાને પણ સપોર્ટ કર્યો છે અને દેશભક્તિને ભૂલી ગયા છે. વધુમાં ગુજરાતમાં રાહુલ ગાંધીના ઇન્ટરવ્યૂ પર પણ નિશાનો સાંધ્યો છે. તેમણે કહ્યું કે ગુજરાતના ચૂંટણીના બીજા તબક્કાના 48 કલાકમાં ઇન્ટરવ્યૂ આપવાની છૂટ નથી. ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાની શરૂઆત થવાના ગણતરીના કલાકો પહેલા પીયૂષ ગોયલે મોટા આક્ષેપ કોંગ્રેસ પર કર્યા હતા.

English summary
Piyush Goyal asks When will Congress free itself from corruption
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X