Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

મુલાયમ સરકારમાંથી સમર્થન પાછું ખેંચી શકે છે: મનમોહન સિંહ

manmohan-singh
નવી દિલ્હી, 29 માર્ચ: યુપીએ સરકાર અને મુલાયમ સિંહ યાદવના સંબંધોઅ પર વડાપ્રધાન મનમોહન સિંહે મહત્વપુર્ણ નિવેદન આપ્યું છે. ડરબનથી પરત ફરતી વખતે વડાપ્રધાન મનમોહન સિંહે મુલાયમ સિંહ યાદવ દ્રારા સમર્થન પરત ખેંચવાની સંભાવના પર મનાઇ કરી ન હતી, તેમછતાં વડાપ્રધાન મનમોહન સિંહે આશા વ્યક્ત કરી હતી કે સરકારને કોઇ ખતરો નથી અને સરકાર પાંચ વર્ષનો કાર્યકાળ પુરો કરશે.

મનમોહન સિંહનું નિવેદન એટલા માટે મહત્વપુર્ણ છે કારણ કે મુલાયમ સિંહ યાદવનું વલણ સતત કડક થતું જાય છે. તે સતત કોંગ્રેસને કોસી રહ્યાં છે અને ભાજપની પ્રશંસા કરી રહ્યાં છે.

જો મુલાયમ સિંહ યાદવ કેન્દ્રની યુપીએ સરકારમાંથી સમર્થન પાછું ખેંચી લે છે તો સરકારની સ્થિરતાને હાલ કોઇ ખતરો નથી અને તે પોતાનો પાંચ વર્ષનો કાર્યકાળ પુરો કરશે. આ વિશ્વાસ ખુદ વડાપ્રધાન મનમોહન સિંહે અપાવ્યો છે. મનમોહન સિંહ ડરબનમાં બ્રિક્સ દેશોની બેઠકથી પરત ફરતાં કહ્યું હતું કે ચુંટણીઓ સમયસર જ યોજાશે.

વડાપ્રધાન મનમોહન સિંહના જણાવ્યા મુજબ આ સાચું છે કે ઘણીવાર ગઠબંધનમાં ઉઠેલા મુદ્દાઓને લઇને લાગે છે કે સરકાર સ્થિર છે. આ માટે હું આ પ્રકારની સંભાવનાથી મનાઇ કરી શકતો નથી, પરંતુ મને એ વાતનો વિશ્વાસ છે કે અમારી સરકાર પોતાનો પાંચ વર્ષનો સમયગાળો પુરો કરશે અને આગામી ચુંટણી સમયસર પર જ થશે.

વડાપ્રધાન મનમોહન સિંહે આ નિવેદન સરકારને બહારથી સમર્થન આપી રહેલી સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ મુલાયમ સિંહ યાદવે તાજેતરમાં આપેલા કેટલાક નિવેદનો ને જોતાં આપ્યું હતું. મુલાયમ સિંહ યાદવે હોળીના દિવસે કહ્યું હતું કે કોંગ્રેસ દગાબાજ સરકાર છે. મુલાયમ સિંહ યાદવ સમય કરતાં પહેલાં ચુંટણી અને ત્રીજા મોરચો બનાવવાની વાત કરી ચુક્યાં છે.

મુલાયમ સિંહ યાદવે બુધવારે પોતાના વતન સૈફઇમાં હોળીના અવસરે આયોજીત એક કાર્યક્રમમાં કાર્યકર્તાઓને કહ્યું હતું કે કોંગ્રેસ નીત કેન્દ્ર સરકારે મુસલમાનોની આર્થિક, સામાજિક અને શૈક્ષણિક સ્થિતીની સચ્ચાઇ ઉજાગર કરનાર સચ્ચર સમિતિની ભલામણોને બાજુએ મુકીને તેમની સાથે કપટ કરી છે. કોંગ્રેસ દગાબાજ પાર્ટી છે અને આગામી લોકસભાની ચુંટણીમાં મુસલમાનોના વોટ છિનવા માંગે છે.

મુલાયમ સિંહના આ નિવેદન બાદ વડાપ્રધાન મનમોહન સિંહે સમાજવાદી પાર્ટીનું કહેવું છે કે આ સરકાર ન તેમને બનાવી છે ના તેને ઉખાડી શકશે, પરંતુ સવાલ એ છે કે જો સમાજવાદી પાર્ટી સરકારમાંથી સમર્થન પાછું ખેંચી લે તો તે સરકારને કેવી રીતે સ્થિર રાખશે?

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X