• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

મોદીએ કાશ્મીરમાં શાંતિની કરી અપીલ, પરત ફરેલા ગુજરાતીઓએ કહ્યું આ...

|

જમ્મુ કાશ્મીરમાં વણસી રહેલી પરિસ્થિતીને જોતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે તેમના દિલ્હી ખાતેના નિવાસસ્થાન 7 આરસીઆર ખાતે એક ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી હતી. જેમાં કેન્દ્રિય મંત્રી જિતેન્દ્ર સિંહ, ગૃહપ્રધાન રાજનાથ સિંહ, રક્ષામંત્રી મનોહર પાર્રિકર અને વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ સમતે અરુણ જેટલી અને અજિત ડોભલી તથા સેનાના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. આ બેઠક બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નિર્દોષ લોકોને નુક્શાન ન પહોંચાડવા અને કાશ્મીરમાં શાંતિ બનાઇ રાખવા માટે લોકોને અપીલ કરી હતી.

નોંધનીય છે કે જમ્મુ કાશ્મીરમાં હિઝબુલના પોસ્ટ બોય બુરહાન વાનીની મોત બાદ હિંસા ફાટી નીકળી છે. જેમાં અત્યાર સુધી 32 લોકોના મોત થયા છે અને સુરક્ષા બળના જવાનોથી લઇને સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઇજાગ્રસ્ત થયા છે. સાથે જ અમરનાથની યાત્રાને પણ આ કારણે રોકવામાં આવી હતી. જેને હાલ સધન સુરક્ષા સાથે ફરી ચાલુ કરવામાં આવી છે. ત્યારે અમરનાથથી પરત ફરેલા ગુજરાતી પ્રવાસીઓએ આ અંગે પોતાના અનુભવો જણાવ્યા હતા. ત્યારે આ સમગ્ર પ્રકરણમાં અત્યાર સુધી થયેલ તમામ અપડેટ વિષે વધુ જાણો અહીં...

સ્વર્ગમાં હિંસા

સ્વર્ગમાં હિંસા

નોંધનીય છે કે કાશ્મીરમાં ફાટી નીકળેલી હિંસા બાદ અત્યાર સુધીમાં કાશ્મીરમાં 32 લોકોની મોત થઇ ચૂકી છે. અને 15 પોલિસકર્મીઓ સમતે લગભગ 60 લોકો ઇજાગ્રસ્ત થયા છે. વળી અનંતનાગમાં કોર્ટ પરિસર અને સરકારી અવાસોને આગચાંપી પણ કરવામાં આવી છે. અને અવંતિપુરામાં અને દક્ષિણ કાશ્મીરના કેટલાક વિસ્તારોમાં હજી પણ ભરેલા અગ્નિ જેવી સ્થિતિ છે.

રાજનાથે અમેરિકા પ્રવાસ કર્યો રદ્દ

રાજનાથે અમેરિકા પ્રવાસ કર્યો રદ્દ

તો કાશ્મીરની હિંસાના પગલે ગૃહપ્રધાન રાજનાથ સિંહે પોતાનો અમેરિકાનો વિદેશ પ્રવાસ રદ્દ કર્યો છે. સાથે જ સોમવારે ગૃહમંત્રીએ કાશ્મીર મામલે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી અને જમ્મુ કશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલા સાથે પણ ચર્ચા કરી હતી. સાથે જ નેશનલ સિક્યોરિટી એડવાઇઝર અજિત ડોભલે સાથે એક હાઇ લેવલ મીટિંગ કરી સ્થિતિની ગંભીરતા વિષે ચર્ચા કરી હતી.

મોદીની અપીલ

મોદીની અપીલ

જો કે વડાપ્રધાને ઉચ્ચ સ્તરીય બેઠક કર્યા બાદ કાશ્મીર ઘાટીમાં લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી છે અને કોઇ નિર્દોષને નુક્શાન ન પહોંચે તેની તાકીદ પણ કરી છે. સાથે જ આ મીટીંગમાં પાકિસ્તાનના પ્રોંપગેંડા વિષે પણ ચર્ચા કરવામાં આવી હતી.

પાકિસ્તાનનો આરોપ

પાકિસ્તાનનો આરોપ

નોંધનીય છે કે પાકિસ્તાને કાશ્મીરમાં હિઝબુલ મુઝાહિદ્દીનના કમાન્ડરની મોત અને અન્ય લોકોની મોત પણ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. સાથે પાકિસ્તાને કહ્યું છે શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન કરી રહેલા નિર્દોષ નાગરિકો પર વધુ પડતો બળ પ્રયોગ કરવામાં આવ્યો છે જે નીંદનીય છે.

અમેરિકાની પ્રતિક્રિયા

અમેરિકાની પ્રતિક્રિયા

જો કે આ મામલે યુએસ પાકિસ્તાનને ચુપ્પી સાંધવાનું કહેતા કહ્યું છે કે કાશ્મીર જે થઇ રહ્યું છે તે માટે ભારત સરકાર કામ કરી રહી છે અને પાકિસ્તાનને આ મામલે વિવાદ ઊભો કરવાની જરૂર નથી.

અમરનાથ યાત્રા

અમરનાથ યાત્રા

અમરનાથ યાત્રાને પણ આ હિંસા કારણે ત્રણ દિવસ સુધી સ્થગિત કરવામાં આવી હતી. જેને હાલ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા સાથે ફરી ચાલુ કરવામાં આવી છે. જો કે આ કારણે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓને હાલાકી ભોગવવી પડી હતી.

ગુજરાતીઓની આપવતી

ગુજરાતીઓની આપવતી

કાશ્મીર હિંસા બાદ અમરનાથથી પરત ફરેલા ગુજરાતીઓએ પોતાની આપવીતી જણાવતા કહ્યું કે ભોળેનાથની કૃપા અને સેનાની મદદના કારણે જ તે સહીસલામત માદરે વતન પરત ફરી શક્યા છે.

આગળની કાર્યવાહી

આગળની કાર્યવાહી

ત્યારે હાલ કાશ્મીરની સ્થિતી પર કાબુ મેળવવા માટે ઓછામાં ઓછા બળ પ્રયોગ સાથે સ્થિતી પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવશે સાથે સીઆરપીએફને પણ સ્ટેન્ડબાય રાખવામાં આવશે.

કાશ્મીર મીડિયા ભારતને કોષે છે

કાશ્મીર મીડિયા ભારતને કોષે છે

જો કે કાશ્મીર લોકો અને કાશ્મીરના અખબારો આ સમગ્ર ધટનામાં ભારતીય સેના અને ભારત સરકારને કોષી રહ્યા છે. જ્યાં જ્યાં તોફાનો થાય છે ત્યાં ભારતીય સેનાના જવાનો "ભારતના પિલ્લા પાછા જાવ" જેવા સુત્રોચ્ચાર અને અપવચનોનો સામનો કરવો પડી રહ્યા છે. વળી ધણા લાંબા સમય બાદ આઝાદ કાશ્મીરના નારા પણ જોરશોરથી વાગી રહ્યા છે.

મહેબૂબા સરકાર

મહેબૂબા સરકાર

વળી આ હિંસામાં કાશ્મીરી પીડિતોના ઘર પણ બાળવામાં આવ્યા છે. જે જોતા આવનારા સમયમાં મહેબૂબા સરકારેને બે ધારી તલવાર પર ચલાવાનો વખત આવશે તે વાત તો પાક્કી છે.

English summary
Prime Minister Narendra Modi today appealed to the people of Jammu and Kashmir to maintain calm so that the situation can normalise in the violence-hit Valley even as he hoped that no innocent person faces inconvenience or loss.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more