વડાપ્રધાન પદના ઉમેદવારનો નિર્ણય પછી લેવામાં આવશે : ભાજપ

rajnath-singh
નવી દિલ્હી, 22 મે : લોકસભા ચૂંટણી 2014 માટેની વ્યૂહરચના ઘડવા માટે આજે દિલ્હીમાં મળેલી ભારતીય જનતા પાર્ટીના સંસદીય બોર્ડની બેઠકમાં જણાવાયું હતું કે વડા પ્રધાન પદ માટે પક્ષના ઉમેદવાર અંગેનો નિર્ણય પાછળથી યોગ્ય સમયે લેવામાં આવશે.

બેઠક બાદ પત્રકારો સાથેની વાતચીતમાં પક્ષપ્રમુખ રાજનાથ સિંહે કહ્યું કે, અમે લોકસભાની ચૂંટણી માટે તૈયાર છીએ. વડા પ્રધાન પદ માટે પક્ષના ઉમેદવાર અંગેનો નિર્ણય ભવિષ્યમાં યોગ્ય સમયે લેવામાં આવશે. રાજનાથ સિંહે કહ્યું કે, આ વખતની ચૂંટણીમાં અમે કેન્દ્રમાંથી કોંગ્રેસની સરકારને ઉખેડી નાખવા માટેના કોઈ પ્રયાસો જતા નહીં કરીએ, કોઈ કચાશ બાકી નહીં રાખીએ.

સંસદીય બોર્ડની બેઠકમાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સહિત તમામ નવા હોદ્દેદારોએ હાજરી આપી હતી. મીટિંગ શરૂ થઈ એ પહેલાં મોદી પક્ષના સિનિયર નેતા એલ.કે. અડવાણીને મળવા ગયા હતા. મોદી પક્ષના ભૂતપૂર્વ પ્રમુખ નીતિન ગડકરીને પણ તેમના નિવાસસ્થાને મળવા ગયા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X