For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PM Cares ફંડને લઈ સુપ્રીમ કોર્ટમાં દાખલ PIL પર આજે ફેસલો

PM Cares ફંડને લઈ સુપ્રીમ કોર્ટમાં દાખલ PIL પર આજે ફેસલો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ કોરોના મહામારી સમયે કેન્દ્ર સરકાર તરફથી પીએમ કેર્સ ફંડ ટ્રસ્ટની રચના કરવામાં આવી હતી, પરંતુ આ ટ્રસ્ટને લઈ કેટલાય સવાલો ઉઠ્યા હતા. સુપ્રીમ કોર્ટમાં આ ટ્રસ્ટની માન્યતાને લઈ અરજી દાખલ કરવામાં આવી હતી, જના પર આજે સુપ્રીમ કોર્ટનો ફેસલો આવવાનો છે. સેંટર ફોર પબ્લિક ઈન્ટરેસ્ટ લિટિગેશન તરફથી પીએમ કેર્સ ફંડ ટ્રસ્ટને લઈ જનહિતની અરજી દાખલ કરવામાં આવી હતી. આ મામલાને લઈ 17 જૂનના રોજ સુનાવણી પૂરી થઈ ચૂકી હતી, જે બાદ કોર્ટે પોતાનો ફેસલો સુરક્ષિત રાખી લીધો હતો. સુપ્રીમ કોર્ટમાં દાખલ અરજીમાં માંગ કરવામાં આવી હતી કે પીએમ કેર્સ ફંડમાં એકઠા કરાયેલા રૂપિયાને ઈન્ટરનેશનલ ડિઝાસ્ટર રિલીઝ ફંડમાં ટ્રાન્સફર કરી દેવામાં આવે.

supreme court

સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે પીએમ કેર્સ ફંડનો બચાવ કરતા કહ્યું હતું કે પીએમ કેર્ ફંડ બનાવવા પર રોક નથી. રાષ્ટ્રીય ડિઝાસ્ટર સમયે કેન્દ્ર અથવા રાજ્યને બીજા ફંડ બનાવવા પર કોઈપણ પ્રકારની રોક નથી. લોકો પોતાની સ્વેચ્છાએ આમાં દાન આપી શકે છે, જે હિસાબે આ ફંડમાં આવેલા રૂપિયાને એનડીઆરએફમાં ટ્રાન્સફર કરવાની માંગ અયોગ્ય છે, માટે આ અરજી સુનાવણી યોગ્ય નથી. કેન્દ્ર તરફથી આ જનહિતની અરજીને ફગાવવાની માંગ કરી હતી.

આ મામલે સીપીઆઈએલ તરફથી વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણ કોર્ટમાં દલીલો કરવા માટે રજૂ થયા હતા, તેમણે કેન્દ્ર પર કેટલાય અનિમિતતાઓના આરોપ લગાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે પીએમ કેર્સની બધી જ રસીદોને સીએજીથી ઓડિટ કરાવવી જોઈએ. અગાઉ પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પીએમ કેર્સ ફંડની પારદર્શિતાને લઈ સવાલ ઉઠાવ્યા હતા. પીએમઓ દ્વારા પીએમ કેર્સ ફંડની આરટીઆઈ અંતર્ગત જાણકારી આપવાની મનાઈ કરવા પર રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું. સોમવારે ધી હિંદુનો એક અહેવાલ શેર કરતા રાહુલ ગાંધીએ લખ્યું, અનૈતિકતાના અધિકાર માટે પીએમ કેર્સ.

ધી હિન્દુમાં પ્રકાશિત એક સમાચાર મુજબ પીએમઓએ માહિતીના અધિકાર અંતર્ગત પીએમ-કેર્સ સંબંધિત જાણકારી આપવાનો ઈનકાર કરી દીધો. પીએમઓનું કહેવું છે કે, આનાથી કાર્યલયના સંસોધનના ભાગલા પડશે. આરટીઆઈ કાર્યકર્તા કોમોડોર લોકેશ બત્રાએ માંગ કરી હતી કે એપ્રિલ 2020થી વડાપ્રધાન કાર્યાલયમાં આવેલ અને નિપટાવેલ આરટીઆઈ અરજીઓની કુલ સંખ્યા જણાવવામાં આવે. તેમણે પીએમ કેર્સ અને પીએમ કેર્સ ફંડ સંબંધિત આરટીઆઈ અરજીઓની સંખ્યા પણ જાણવા માંગી હતી.

COVID 19 UPDATE: કોરોના વાયરસે વિશ્વભરમાં કહેર મચાવ્યો, જાણો આજની સ્થિતિCOVID 19 UPDATE: કોરોના વાયરસે વિશ્વભરમાં કહેર મચાવ્યો, જાણો આજની સ્થિતિ

English summary
PM Cares: Supreme court to give Verdict on PIL
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X