For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઓય તેરી...! મનમોહન સિંહ ભૂલી ગયા પોતાનો 'જન્મ દિવસ'

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 17 મે: અસમના ગુવાહાટી સીટ પરથી રાજ્યસભાની ચુંટણી લડી રહેલા વડાપ્રધાન મનમોહન સિંહ ફરી એકવાર ચર્ચામાં છે. વડાપ્રધાનની યાદશક્તિ નબળી પડી ગઇ છે. વડાપ્રધાન પોતાનો જન્મદિવસ સુધી ભૂલી ગયા છે. રાજ્ય સભા માટે પોતાનું ઉમેદવારીપત્ર ભરતી વખતે મનમોહન સિંહ પોતાની ઉંમર 82 વર્ષ દર્શાવી હતી પરંતુ આધિકારીક રૂપથી વડાપ્રધાન મનમોહન સિંહની ઉંમર 80 વર્ષ 7 મહીના છે.

વડાપ્રધાનની આ ભૂલ બાદ આપણે કહી શકીએ કે મનમોહન સિંહ કામના ભારણ હેઠળ દબાઇ ગયા છે કે તે પોતાનો બર્થ ડે પણ ભૂલી ગયા છે. જો કે હકિકતમાં અસમમાં રાજ્યસભા માટે પોતાનું ઉમેદવારીપત્ર ભરતી વખતે મનમોહન સિંહે પોતાની સાચી ઉંમર બતાવી નથી. 15 મેના રોજ ભરવામાં આવેલા પોતાના ઉમેદવારી પત્રમાં મનમોહન સિંહે પોતાની ઉંમર 82 વર્ષ નોધાવી છે.

manmohan-new

જ્યારે 6 વર્ષ પહેલાં જ્યારે તેમને આ સીટ માટે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું તો તેમાં તેને પોતાની ઉંમર 74 વર્ષ બતાવી હતી. આવા સમયે પોતાના ગણિતનો હિસાબ લગાવવામાં આવે તો પણ તેમની ઉંમર 80 વર્ષ અને 7 મહિના થવા જોઇએ. પીએમઓની આધિકારીક વેબસાઇટ પર પણ વડાપ્રધાન મનમોહન સિંહની જન્મ તારીખ 26 સપ્ટેમ્બર 1932 નોંધાવી છે.

એવા સમયે મનમોહન સિંહે ઉમેદવારી ફોર્મમાં ખોટી જાણકારી આપી છે. સવાલ એ છે કે શું મનમોહન સિંહ વિરૂદ્ધ ખોટી જાણકારીનો કેસ બને છે અને શું આ આધારે પર તેમની ઉમેદવારી નકારી કઢાશે. આ કેસ પર આધિકારીક રૂપથી નિર્ણય 21 મેના રોજ થશે જ્યારે ચુંટણી અધિકારી ઉમેદવારી ફોર્મની તપાસ કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મનમોહન સિંહે રાજ્યસભામાં પોતાના પાંકહમા કાર્યકાળ માટે અસમમાંથી ઉમેદવારી પત્ર ભર્યું હતું. ઉચ્ચ સદનમાં વડાપ્રધાનની સદસ્યતાનો સમયમર્યાદા આગામી 14 જૂનના રોજ પૂર્ણ થાય છે. 30 મેના રોજ ચૂંટણી છે. આ પહેલાં તેમને ઉમેદવારી ફોર્મમાં પોતાની વાર્ષિક સંપત્તિની જાણકારી આપી હતી. જેમાં તેમને દર્શાવ્યું હતું કે તેમની પસએ કેશના નામે કોઇ રકમ નથી અને ગાડીના નામે બસ એક મારૂતિ કાર છે.

English summary
Prime Minister Manmohan singh Conceal his age in nomination form in election to the Rajya Sabha from Assam for a fifth consecutive term.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X