મનમોહન ઇફેક્ટથી નરેન્દ્ર મોદી સુપરહિટ

By Kumar Dushyant
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 3 એપ્રિલ: લોકસભાની ચૂંટણીમાં એકતરફ પાર્ટીઓ ચૂંટણી પ્રચાર માટે પોતાના દિગ્ગજોને મેદાનમાં ઉતારી રહી છે તો બીજી તરફ દેશના વડાપ્રધાન મનમોહન સિંહ ચૂંટણી પ્રચારથી દૂર ભાગી રહ્યાં છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા વડાપ્રધાન પદના દાવેદાર નરેન્દ્ર મોદી એક તરફ તાબડતોડ રેલીઓ કરી જનાધાર પ્રાપ્ત કરી રહ્યાં છે ત્યારે મનમોહન સિંહ ચૂંટણી સમરથી બિલકુલ ગાયબ થઇ ગયા છે.

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની ટીમ પણ માની રહી છે કે પીએમ 'મનમોહન ફેક્ટર' નરેન્દ્ર મોદીની ચાહના વધતી જાય છે. કોંગ્રેસના અંદરખાનેથી સમાચાર આવી રહ્યાં છે કે લોકો વડાપ્રધાન મનમોહન સિંહના ચૂંટણીથી અંતર બનાવી રાખતાં નારાજ છે. જો કે 10 વર્ષ સુધી દેશના વડાપ્રધાન રહેવા છતાં મનમોહન સિંહની ઇમેજ પ્રભાવશાળી રહી નહી. જેનું નુકસાન જ્યાં કોંગ્રેસને વેઠવું પડે છે તો બીજી તરફ તેનો ફાયદો નરેન્દ્ર મોદીને મળી રહ્યો છે. મનમોહનની અપ્રભાવી છબિના લીધે નરેન્દ્ર મોદીની લોકપ્રિયતામાં વધારો થઇ રહ્યો છે.

કોંગ્રેસના કેટલાક નેતા પણ માને છે કે પોતાના કાર્યકાળ દરમિયાન મનમોહન સિંહ ક્યારેય એક કદાવર વડાપ્રધાન તરીકે સામે આવ્યા નથી. મનમોહનની છબિના લીધે મતદારો નરેન્દ્ર મોદીના આક્રમક વ્યક્તિત્વના મોહમાં ખેંચાતા જાય છે.

03-manmohan

રાહુલ માટે ચૂંટણી પ્રચારનું કામ કરી રહેલી ટીમને લાગે છે કે એક પ્રદેશના મુખ્યમંત્રી મુકાબલે એક દેશના વડાપ્રધાન વધુ નબળા સાબિત થયા છે. યૂપીએ સરકારની આ છબિની અસર મતદારોની વિચારસણી પર પડી છે. લોકો કોંગ્રેસથી દૂર થતા જાય છે. જેનો સૌથી વધુ ફાયદો ભાજપ ઉઠાવી રહી છે. મતદારોના મનમાં પ્રશ્ન એ પણ છે કે છેલ્લા 10 વર્ષો સુધી દેશની સતા સંભાળનાર મનમોહન સિંહ ચૂપ કેમ છે. ચૂંટણીમાં ગરમા-ગરમી હોવાછતાં મનમોહન સિંહ ના તો રેલીઓને સંબોધિત કરી રહ્યાં છે અને ના તો કોઇ નિવેદન આપી રહ્યાં છે.

મનમોહનની છબિ ક્યારેય પણ ડીસીજન મેકરની રહી નથી. તે ક્યારેય પણ ખુલીને સામે આવ્યા નથી. જ્યારે નરેન્દ્ર મોદી વિરોધીઓ પર પ્રહાર કરવામાં તેજ રહ્યાં છે. મનમોહન સિંહના માથે કોલસા અને ટેલીકોમ ગોટાળાના દાગ છે. વડાપ્રધાન તરીકે તે આ ગોટાળાને રોકવામાં નિષ્ફળ રહ્યાં છે. જેનો ફાયદો ભાજપ ઉઠાવી રહી છે.

English summary
Some Congress Person thought that Prime Minister Manmohan Singh factor is giving publicity to BJP prime ministerial candidates Narendra Modi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X