વડાપ્રધાન મનમોહન સિંહ રાજ્યસભામાં ચૂંટાઇ આવ્યા

manmohan-singh
ગુવાહાટી, 30 મે : આજે વડા પ્રધાન મનમોહન સિંહે આસામમાં રાજ્યસભાની માટે યોજાયેલી ચૂંટણીમાં જીત મેળવી છે. તેમને કુલ 49 વોટ મળ્યા છે, જ્યારે જીત માટે 39 મતની જરૂર હતી. તેઓ આ બેઠક પરથી સતત પાંચમી વાર રાજ્યસભા માટે ચૂંટાઇ આવ્યા છે.

આસામમાં રાજ્યસભાની બે બેઠકો માટે આજે સવારથી મતદાન થયું હતું. તેમાંથી એક બેઠકનાં ઉમેદવાર વડા પ્રધાન મનમોહન સિંહ હતા. આ બેઠક પર મનમોહન સિંહની જીત નિશ્ચિત જ માનવામાં આવી રહી હતી. તેમની જીતથી કોંગ્રેસે રાહત અનુભવી છે, કારણ કે અસંતુષ્ટો ખેલ બગાડી નાખશે એવો ભય હતો.

આસામમાં 126 વિધાનસભ્યોમાંથી 112 સભ્યોએ મતદાનમાં ભાગ લીધો હતો. અસોમ ગણ પરિષદ અને ભારતીય જનતા પાર્ટીના સભ્યોએ મતદાન કર્યું નહોતું. બીજી બેઠક પર કોંગ્રેસનાં એસ. કુજૂર પણ વિજયી થયા છે. તેમને 45 મત મળ્યા છે. વડા પ્રધાન હાલ વિદેશ યાત્રા પર ગયા છે. જાપાનની ચાર દિવસની યાત્રા પૂરી કરી લીધા બાદ તે હવે થાઈલેન્ડ પહોંચ્યા છે.

વિધાનસભામાં 15 મેએ ચૂંટણી અધિકારીની સામે વડા પ્રધાને 40 વિધાન સભ્યોનાં સમર્થનવાળા નોમિનેશન પત્રનાં ચાર સેટ દાખલ કર્યા હતા અને 23 મેએ આ નોમિનેશન પત્રોને યોગ્ય ઠેરવાયા હતા. ચૂંટણી પંચ વતી 13મેએ બહાર પાડેલ જાહેરનામા પ્રમાણે, આવનાર ત્રણ જૂન સુધી ચૂંટણી પ્રક્રિયા પૂરી કરવાની છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X