આજે વડાપ્રધાન પીએસયુના વડાઓને મળશે

આ બેઠકમાં 25 જાહેર એકમોના વડાઓ હાજર રહેશે. આ 25 એકમોમાંથી મોટા ભાગની કંપનીઓ મહારત્ન અને નવરત્ન કંપનીઓ છે. જાહેર એકમોના વડાઓ સાથે વડાપ્રધાનની આ પ્રથમ બેઠક છે. વર્ષ 1990ના દાયકામાં કરવામાં આવેલા આર્થિક ઉદારીકરણના ફેરફારો બાદ જાહેર ક્ષેત્રના એકમોમાં જોરદાર વૃધ્ધિ થઇ હતી.
આ બેઠકમાં ઓએનજીસી, એનટીપીસી અને ભેલ જેવી મોટી કંપનીઓના વડાઓ એકમોના સશક્તિકરણ અને તેમને વધારે સ્વાયત્તતા આપવા જેવા મુદ્દાઓ અંગે વડાપ્રધાન સમક્ષ પોતાના વિચાર રજૂ કરશે. સૂત્રના જણાવ્યા અનુસાર કંપનીઓ વિનિવેશ અને એમઓયુ પ્રણાલીમાં પરિવર્તન અંગે પણ પોતાનો પક્ષ રજૂ કરશે.












Click it and Unblock the Notifications
