For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PM મોદીએ કહ્યુ - બંગાળમાં બનશે ડબલ એન્જિનની સરકાર, જણાવ્યુ શું હશે પહેલો નિર્ણય?

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના હુગલીમાં એક જનસભા દરમિયાન મુખ્યમંત્રી મમતા બેનર્જી પર જોરદાર હુમલો કર્યો.

|
Google Oneindia Gujarati News

કોલકત્તાઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના હુગલીમાં એક જનસભા દરમિયાન મુખ્યમંત્રી મમતા બેનર્જી પર જોરદાર હુમલો કર્યો. પીએમ મોદીએ કહ્યુ 2 મેના રોજ જે થવાનુ છે તેની ઝલક આપણે નંદીગ્રામમાં જોઈ લીધી છે. PM નરેન્દ્ર મોદીએ કહ્યુ કે, 'તેઓ ભાજપની સરકારના શપથગ્રહણ સમારંભમાં શામેલ થશે.' પીએમે કહ્યુ કે, '2મેના રોજ સરકાર(ભાજપ) બનશે. તે ના માત્ર ડબલ એન્જિનની સરકાર હશે પરંતુ એવી સરકાર પણ હશે જે ડબલ ફાયદો આપશે.'

pm modi

પીએમે ભાજપના નેતૃત્વમાં કેબિનેટની પહેલી મીટિંગની યોજના પણ જણાવી અને કહ્યુ કે, 'કેબિનેટમાં પહેલો નિર્ણય કિસાન સમ્માન નિધિ લાગુ કરવા માટે લેવામાં આવશે.' પ્રધાનમંત્રીએ કહ્યુ કે, 'હું સીએમના શપથગ્રહણમાં શામેલ થઈશ.'

દીદીએ કર્યુ બંગાળના લોકોનુ અપમાનઃ પીએમ મોદી

પોતાના સંબોધનમાં પીએમ મોદીએ મમતા બેનર્જી પર બંગાળની જનતાનુ અપમાન કરવાનો આરોપ પણ લગાવ્યો. પીએમે કહ્યુ, 'દીદી(મમતા બેનર્જી) કહે છે કે લોકો ભાજપની રેલીમાં શામેલ થવા માટે પૈસા લે છે. દીદી, બંગાળી આત્મસમ્માનવાળા લોકો છે. દીદી, તમે આવુ કહીને બંગાળના લોકોનુ અપમાન કર્યુ છે.'

પીએમ મોદીએ મમતા બેનર્જી પર બંગાળનો વિકાસ ન કરી શકવાનો આરોપ લગાવ્યો. પીએમે કહ્યુ કે, 'દીદીનો ગભરાટનુ કારણે તેમનુ 10 વર્ષનુ રિપોર્ટ કાર્ડ છે. જૂના ઉદ્યોગ બંધ થઈ ચૂક્યા છે. નવા ઉદ્યોગ, નવા રોકાણ, નવા બિઝનેસ અને વેપારની સંભાવનાઓ બંધ થઈ ગઈ છે.'

રાકેશ ટિકેત ગુજરાત પ્રવાસ પર, કહ્યુ - ખેડૂતોએ સતર્ક રહેવાની જરૂર, આ બહુ સંવેદનશીલ વિસ્તાર છેરાકેશ ટિકેત ગુજરાત પ્રવાસ પર, કહ્યુ - ખેડૂતોએ સતર્ક રહેવાની જરૂર, આ બહુ સંવેદનશીલ વિસ્તાર છે

English summary
PM modi address rally in hooghly says bjp will form government in West Bengal.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X