
બંધારણ દિવસઃ પીએમે કહ્યુ, બંધારણે દેશની એકતા અને અખંડતાને સર્વોચ્ચ રાખી
આજે દેશભરમાં બંધારણ દિવસ મનાવવામાં આવી રહ્યો છે. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશને સંબોધિત કર્યા છે. તેમણે કહ્યુ કે હું વિશેષ રીતે 130 કરોડ ભારતીયો સામે નતમસ્તક છુ જેમણે ભારતના લોકતંત્ર પ્રત્યેની આસ્થાને ક્યારેય ઘટવા દીધી નથી અને આપણા બંધારણને હંમેશા પવિત્ર ગ્રંથ માન્યો.

બધા મહાપુરુષોને નમન કરુ છુ
તેમણે કહ્યુ, ડૉ. રાજેન્દ્ર પ્રસાદ, બાબા સાહેબ ભીમરાવ આંબેડકર, સરદાર પટેલ, મૌલાના આઝાદ, સુચેતા કૃપલાની અને અનેક અગણિત મહાપુરુષોએ પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ યોગદાન આપીને આ મહાન વારસો આપણને સોંપ્યો છે. હું એ બધા મહાપુરુષોને નમન કરુ છુ. પ્રધાનમંત્રીએ કહ્યુ પરંતુ 26 નવેમ્બર દુઃખ પણ આપે છે જ્યારે ભારતની મહાન પરંપરાઓ હજારો વર્ષોના સાંસ્કૃતિક વારસાને આજના જ દિવસે મુંબઈમાં આતંકવાદી મનસૂબાઓએ છલની કરવાનો પ્રયાસ કર્યો હતો. હું ત્યાં માર્યા ગયેલા બધા મહાન આત્માઓને નમન કરુ છુ.

26 નવેમ્બરનો દિવસ ઐતિહાસિક છે
આજે 26 નવેમ્બરનો દિવસ ઐતિહાસિક દિવસ છે. 70 વર્ષ પહેલા આપણે વિધિવત રીતે એક નવા રંગ રૂપ સાથે બંધારણને અંગીકાર કર્યુ હતુ. અમુક દિવસો અને પ્રસંગો એવા હોય છે જે આપણા ભૂતકાળ સાથે આપણા સંબંધોને મજબૂતી આપે છે. આપણને સારુ કામ કરવા માટે પ્રેરણા આપે છે. આપણુ બંધારણ વૈશ્વિક લોકતંત્રની સર્વોત્કૃષ્ટ ઉપલબ્ધિ છે.
આ પણ વાંચોઃ કીચડમાં સૂઈને આ કપલે કરાવ્યુ પોસ્ટ વેડિંગ ફોટોશૂટ, જુઓ વાયરલ Pics

કર્તવ્ય પ્રત્યે જાગૃતિ લાવે છે બંધારણ
પીએમ મોદીએ કહ્યુ કે, બંધારણ માત્ર અધિકારો પ્રત્યે જાગૃત રાખે છે એટલુ જ નહિ પરંતુ આપણી ફરજ પ્રત્યે પણ જાગૃત કરે છે. બંધારણને જો મારે સરળ ભાષામાં કહેવુ હોય તો હું કહીશ- Dignity For Indian and Unity for India. આ બે મંત્રોને આપણા બંધારણે સાકાર કર્યા છે. નાગરિકની Dignityને સર્વોચ્ચ રાખી છે અને સંપૂર્ણ ભારતની એકતા અને અખંડતાને જાળવી રાખી છે.

શ્રેષ્ઠ ભારત તરફ આગળ વધી શક્યા છે
પ્રધાનમંત્રીએ કહ્યુ કે બંધારણના 70 વર્ષ આપણા માટે હર્ષ, ઉત્કર્ષ અને નિષ્કર્ષના મિશ્ર ભાવ લઈને આવ્યા છે. હર્ષ એ છે કે બંધારણની ભાવના અટલ અને અડગ રહી છે. ઉત્કર્ષ એ છે કે આપણા બંધારણની મજબૂતીના કારણે જ આપણે એક ભારત-શ્રેષ્ઠ ભારત તરફ આગળ વધી શક્યા છે.