For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોના વૉરિયર્સના સમ્માનમાં થયો કાર્યક્રમ, જાણો PM મોદીના સંબોધનની મોટી વાતો

આજે બુદ્ધપૂર્ણિમાના પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા એક પ્રાર્થનાસભામાં શામેલ થયા.

|
Google Oneindia Gujarati News

આજે બુદ્ધપૂર્ણિમાના પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા એક પ્રાર્થનાસભામાં શામેલ થયા. આ સભાનુ આયોજન કોરોના વાયરસ (કોવિડ-19)ના પીડિતો અને મહામારી સામે સીધી લડાઈ લડી રહેલા કોરોના યોદ્ધાઓના સમ્માનમાં કરવામાં આવ્યુ. કાર્યક્રમનુ આયોજન સંસ્કૃતિ મંત્રાલયે દુનિયાભરના બૌદ્ધ સંઘોના સર્વોચ્ચ પ્રમુખોની ભાગીદારી અને આંતરરાષ્ટ્રીય બૌદ્ધ સંઘના સહયોગ સાથે મળીને કર્યુ. આ પ્રાર્થના સભા બાદ પીએમ મોદીનુ સંબોધન પણ થયુ. ચાલો જાણીએ પીએમ મોદીએ શું કહ્યુ -

pm modi
  • પીએમે કહ્યુ, બુદ્ધના દર્શન દુનિયાને દિશા આપશે, બુદ્ધ મજબૂત ઈચ્છાશક્તિથી સામાજિક પરિવર્તનની પરાકાષ્ટા છે.
  • ભારત અત્યારે સ્વાર્થ વિના દુનિયા સાથે ઉભુ છે. આપણે આપણી સાથે-સાથે આપણા પરિવાર, આસપાસની સુરક્ષા કરવી પડશે.
  • સંકટના સમયમાં દરેક જણની મદદ કરવી જ બધાનો ધર્મ છે.
  • પ્રધાનમંત્રીએ કહ્યુ કે સંકટના સમયમાં દરેકની મદદ કરવી જ બધાનો ધર્મ છે. આપણુ કામ નિરંતર સેવા ભાવથી થવુ જોઈએ. બીજા માટે કરુણા-સેવા રાખવી જરૂરી છે.
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ કે આ વખતે પરિસ્થિતિઓ અલગ છે, દુનિયા મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છે. તમારી વચ્ચે આવવુ માટે માટે સૌભાગ્ય હોત પરંતુ વર્તમાન સ્થિતિ આની મંજૂરી નથી આપતી.
  • ભારત આજે બુદ્ધના પગલે ચાલીને દરેકની મદદ કરી રહ્યુ છે પછી ભલે તે દેશ હોય કે પછી વિદેશમાં, આ દરમિયાન લાભ-નુકશાન નથી જોવામાં આવતુ.

આંતરરાષ્ટ્રીય બૌદ્ધ મહાસંઘ(આઈબીસી)ના સહયોગથી સંસ્કૃતિ મંત્રાલયે દુનિયાભરના બૌદ્ધ સંઘોના સર્વોચ્ચ પ્રમુખોની ભાગીદારી સાથે એક વર્ચ્યુઅલ પ્રેયરનો કાર્યક્રમનુ આયોજન કર્યુ. આ દરમિયાન સમારંભને બિહારના બોધગયામાં મહાબોધિ મંદિર, સારનાથમાં મૂલગંધા કુટી વિહાર, નેપાળના પવિત્ર ગાર્ડન લુંબિની, કુશીનગરમાં પરિનિર્વાણ સ્તૂપ, પવિત્ર અને ઐતિહાસિક અનુરાધનાપીઠમાં રુણવેલી મહાસેવા લાઈવ સ્ટ્રીમ પણ કરવામાં આવી.

આ પણ વાંચોઃ ગુજરાતઃ અમદાવાદમાં કોરોનાનો કહેર, ખાનગી હોસ્પિટલો ખોલવાનો આદેશઆ પણ વાંચોઃ ગુજરાતઃ અમદાવાદમાં કોરોનાનો કહેર, ખાનગી હોસ્પિટલો ખોલવાનો આદેશ

English summary
pm modi addresses nation through video conferencing in honour of covid19 warriors
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X