'આપણે ભાષામાં એવુ કંઈ ના બોલવુ, જેનાથી મહિલાઓની ગરિમાને ઠેસ પહોંચે', લાલ કિલ્લા પરથી પીએમ મોદીએ કરી અપીલ
વડાપ્રધાને દેશવાસીઓને મહિલાઓના સન્માન માટે પ્રતિજ્ઞા લેવા જણાવ્યુ હતુ. જાણો શું કહ્યુ.
નવી દિલ્લીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતાની 76મી વર્ષગાંઠ નિમિત્તે લાલ કિલ્લાની પ્રાચીર પરથી રાષ્ટ્રને સંબોધન કર્યુ હતુ. આ પ્રસંગે વડાપ્રધાને દેશવાસીઓને મહિલાઓના સન્માન માટે પ્રતિજ્ઞા લેવા જણાવ્યુ હતુ. દેશવાસીઓને મહિલાઓનુ સન્માન કરવાની અપીલ કરતા પીએમ મોદીએ કહ્યુ કે આપણે પ્રતિજ્ઞા લેવી પડશે કે આપણે મહિલાઓ વિશે કોઈપણ પ્રકારના અપશબ્દો નહિ બોલીએ. પીએમે કહ્યુ કે હું જાણુ છુ કે આ લાલ કિલ્લાનો વિષય નથી પરંતુ હું મારી અંદરની પીડા ક્યાં કહુ, જો હું દેશવાસીઓની સામે નહિ કહુ તો હું ક્યાં કહીશ.

વડાપ્રધાને કહ્યુ કે હું લાલ કિલ્લા પરથી મારુ દર્દ કહેવા માંગુ છુ કે કોઈ કારણસર આપણામાં આવી વિકૃતિ આવી છે, આપણી બોલચાલમાં, આપણા વર્તનમાં, આપણે મહિલાઓનુ અપમાન કરીએ છીએ. શું આપણે આપણા રોજિંદા જીવનમાં, પ્રકૃતિ દ્વારા, સંસ્કૃતિ દ્વારા સ્ત્રીઓને અપમાનિત કરતી દરેક વસ્તુમાંથી મુક્તિ મેળવવાનો સંકલ્પ લઈ શકીએ? રાષ્ટ્રના સપનાને સાકાર કરવામાં મહિલાઓનુ ગૌરવ એક મોટી સંપત્તિ બની રહેશે. હું આ શક્તિ જોઈ રહ્યો છુ, તેથી હું આ વિનંતી કરુ છું. નોંધનીય છે કે હાલમાં જ ભાજપના કથિત નેતા શ્રીકાંત ત્યાગીનો જે રીતે વીડિયો વાયરલ થયો હતો, જેમાં તે મહિલા સાથે દુર્વ્યવહાર કરી રહ્યો હતો ત્યાર બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી.
ગ્રામ્ય વિસ્તારોમાં જનપ્રતિનિધિ તરીકે આપણી મહિલા શક્તિ આપણા ગામની સમસ્યાઓના નિરાકરણમાં વ્યસ્ત છે. જ્ઞાન અને વિજ્ઞાન ક્ષેત્રે આપણી સ્ત્રી શક્તિ દેખાઈ રહી છે. પોલિસ ફિલ્ડ જુઓ, સ્પોર્ટ્સ ફિલ્ડ જુઓ, દેશની મહિલા શક્તિ આગળ આવી રહી છે. આપણે સ્ત્રી શક્તિ પર જેટલુ ધ્યાન આપીશુ, દીકરીઓને જેટલી વધુ તકો આપીશુ, દીકરીઓને જેટલી સુવિધાઓ આપીશુ, તમે જોશો કે તેઓ આપણને ઘણુ બધુ પાછુ આપશે. આ અમૃત કાળના સ્વપ્નને સાકાર કરવા માટે જે પરિશ્રમ થવા જઈ રહ્યો છે તેમાં સ્ત્રી શક્તિનો ઉમેરો થાય તો આપણા સપના વધુ ઉજ્જવળ બનશે.












Click it and Unblock the Notifications
