"સ્વચ્છતા અભિયાનના પહેલા દિવસે મારી આલોચના થઇ હતી"

Written By:
Subscribe to Oneindia News

2 ઓકટોબર, 2017ને સોમવારના રોજ સમગ્ર દેશ ગાંધી જયંતિની ઉજવણીમાં વ્યસ્ત છે, ત્યારે આજના જ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત અભિયાનને પણ ત્રણ વર્ષ પૂર્ણ થયા છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી ખાતે વિજ્ઞાન ભવનમાં જનતાનું સંબોધન કર્યું હતું.

pm modi

પીએમ મોદીના સંબોધનના મુખ્ય મુદ્દાઓ વાંચો અહીં...

 • આ પ્રસંગે ગુજરાતનો એક અનુભવ યાદ કરતાં પીએમ મોદીએ કહ્યું કે, રાજકારમાં આવતા પહેલાં મેં સંગઠનમાં રહીને પણ સફાઇ માટે કામ કર્યું હતું. અમે પૈસા એકઠા કરી ગુજરાતના એક ગામને દત્તક લીધું હતું અને તેમાં સ્વચ્છતાની વ્યવસ્થા કરાવી હતી.
 • આ આખા ગામમાં અને શૌચાલય બનાવડાવ્યા હતા, પરંતુ પછીથી જ્યારે ત્યાં ગયો તો મેં જોયું કે ત્યાં બકરીઓ બાંધેલી હતી.
 • આ અભિયાનની શરૂઆત યાદ કરતાં પીએમ મોદીએ કહ્યું કે, 1 ઓક્ટોબરના રોજ હું અમેરિકામાં હતા, રાત્રે મોડો આવ્યો હતો અને 2 ઓક્ટોબરના રોજ ઝાડુ મારવાનું શરૂ કરી દીધું હતું.
 • તે સમયે મારી ઘણી આલોચના થઇ હતી, 2 ઓક્ટોબર રજાનો દિવસ હોય છે અને મેં લોકોની રજા બગાડી હતી.
 • મહાત્માએ પસંદ કરેલ રસ્તો ખોટો ન જ હોઇ શકે, માટે જ આ રસ્તો પસંદ કર્યો. દરેક ભારતીયને સ્વચ્છતા પસંદ છે.
 • ભારતમાં પરિવર્તનની શરૂઆત કરવામાં ઘણા પડકારોનો સામનો કરવા પડે છે, પરંતુ તેનો અર્થ એ નથી કે આપણે પડકારોથી દુર ભાગીયે. આપણે પડકારોનો સામનો કરવો જોઇએ.
 • સ્વચ્છ ભારત અભિયાન 125 કરોડ ભારતીયો માટે છે અને તેમણે એ સમજવુ પડશે. આ અભિયાન કોઈ નેતા કે જૂથ પૂરતું મર્યાદિત નથી.
 • એક હજાર મહાત્મા ગાંધી કે 1 લાખ મોદી મળીને પણ સ્વચ્છ ભારત અભિયાનનું સપનું પૂર્ણ નહીં કરી શકે, જ્યાં સુધી જનતા સાથ ન આપે. શ્રેષ્ઠ ભારતનો મંત્ર સ્વચ્છતા છે.
 • ભારતના લોકોએ સ્વચ્છતા અભિયાનને સ્વીકાર્યું છે. તેથી આ લોકોની સ્વચ્છતાની ચળવળ બની ગઈ છે.
 • સ્વચ્છ ભારતના સપનાને સાકાર કરવા માટેની સૌથી હકારાત્મક અસર સ્વચ્છ ભારત આભિયાન દ્વારા આવી છે.
 • સ્વચ્છ ભારત અભિયાનમાં વ્યવસ્થા અને વિચારનો સમન્વય છે, તેથી તે એક મિશન બને છે. આજથી પાંચ વર્ષ બાદ જે ગંદકી કરશે, તેની ખબર બનશે.
 • આ અભિયાનમાં સાથ આપનાર તમામને અભિનંદન આપુ છું. આ તો શરૂઆત છે ચળવળને સતત ચાલુ રાખવાની છે અને ભારતને સ્વચ્છ બનાવાની પ્રક્રિયાની ગતિમાં વધારો કરવાનો છે.
English summary
PM Modi at the event to mark 3rd anniversary of Swachh Bharat Mission at Delhi's Vigyan Bhawan.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.