For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PM મોદીએ 19 જૂને બોલાવી સર્વપક્ષીય બેઠક, LAC પર થશે ચર્ચા

ભારત-ચીન સીમા ક્ષેત્રોમાં ચાલી રહેલ તણાવ અને સ્થિતિ પર ચર્ચા કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 19 સર્વપક્ષીય બેઠક બોલાવી છે.

|
Google Oneindia Gujarati News

લદ્દાખની ગલવાન ઘાટીમાં ભારત અને ચીન વચ્ચે થયેલી હિંસક અથડામણ બાદ દેશના મોટા નેતાઓ વચ્ચે બેઠકોનો દોર ચાલી રહ્યો છે. આ દરમિયાન ભારત-ચીન સીમા ક્ષેત્રોમાં ચાલી રહેલ તણાવ અને સ્થિતિ પર ચર્ચા કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 19 જૂનના રોજ સાંજે પાંચ વાગે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. તમને જણાવી દઈએ કે વિપક્ષ તરફથી સતત આ મુદ્દે સર્વપક્ષીય બેઠક બોલાવવાની માંગ કરવામાં આવી રહી છે.

PM Modi

પ્રધાનમંત્રી કાર્યાલય(પીએમઓ)એ ટ્વિટ કરીને આની માહિતી આપી. પીએમઓએ કહ્યુ - પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચીન સાથે ચાલી રહેલ વિવાદ પર સર્વપક્ષીય બેઠક બોલાવી છે. 19 જૂને સાંજે પાંચ વાગે બધા પક્ષોના પ્રમુખ વર્ચ્યુઅલ બેઠક દ્વારા આમાં ભાગ લેશે. વિપક્ષ તરફથી સતત આ મુદ્દે સર્વપક્ષીય બેઠક બોલાવવાની માંગ કરવામાં આવી રહી હતી. તમને જણાવી દઈએ કે 24 કલાક બાદ પ્રધાનમંત્રી તરફથી આ પ્રતિક્રિયા આવી છે.

ચીન સીમા વિવાદમાં 20 ભારતીય જવાનોની શહીદીથી આખા દેશમાં ગુસ્સો છે અને વિપક્ષ સતત સવાલ ઉઠાવી રહ્યા છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યુ કે ચીને આપણા દેશની જમીન છીનવી લીધી છે. પ્રધાનમંત્રીજી તમે ચૂપ કેમ છો? તમે ક્યાં છૂપાઈ ગયા છો, તમે બહાર આવો. આખો દેશ, અમે બધા તમારી સાથે ઉભો છે.

સોમવારે રાતે પૂર્વ લદ્દાખની ગલવાન ઘાટીમાં સેનાઓએ પીછેહટની પ્રક્રિયા દરમિયાન બંને તરફથી હિંસક ઝડપ થઈ હતી. આમાં ભારતીય સેનાના 20 જવાન શહીદ થઈ ગયા. ભારતીય સેનાએ પોતાના નિવેદનમાં કહ્યુ છે કે હિંસક અથડામણમાં બંને પક્ષોને નુકશાન થયુ છે. આ અથડામણમાં ચીનના 43 સૈનિકો પણ માર્યા ગયા હોવાના સમાચાર છે જેમાં યુનિટના કમાંડિંગ ઓફિસર પણ શામેલ છે. જો કે ચીને આના પર મૌન રાખ્યુ છે.

દેશના ઘણા ભાગોમાં ચોમાસુ સક્રિય, આ 11 રાજ્યોમાં ભારે વરસાદનુ એલર્ટ જારીદેશના ઘણા ભાગોમાં ચોમાસુ સક્રિય, આ 11 રાજ્યોમાં ભારે વરસાદનુ એલર્ટ જારી

English summary
PM modi called for an all party meeting on 19th June for India China border.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X