For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉદ્ધવ ઠાકરેને આપી શુભકામના

મહારાષ્ટ્રમાં ગુરુવારની સાંજે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા ત્યારબાદ તેમના માટે શુભકામનાઓનો સિલસિલો શરૂ થઈ ગયો છે.

|
Google Oneindia Gujarati News

મહારાષ્ટ્રમાં ગુરુવારની સાંજે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા ત્યારબાદ તેમના માટે શુભકામનાઓનો સિલસિલો શરૂ થઈ ગયો છે. આ કડીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ટ્વિટર અકાઉન્ટથી ટ્વિટ કરીને ઉદ્વવ ઠાકરેને અભિનંદન આપ્યા. પીએમ મોદીએ ટ્વિટ કરીને લખ્યુ કે, 'સીએમ તરીકે શપથ લેવા પર ઉદ્ધવ ઠાકરેને અભિનંદન. મને વિશ્વાસ છે કે તે મહારાષ્ટ્રના સારા ભવિષ્ય માટે સારુ કામ કરશે.'

uddhava-pm modi

પીએમ મોદી ઉપરાંત ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે પણ ટ્વિટ કરીને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને અભિનંદન આપ્યા. અખિલેશ યાદવે લખ્યુ, મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડીની નવ નિર્વાચિત સરકાર તેમજ નિર્વાચિત મુખ્યમંત્રી શ્રી ઉદ્ધવ ઠાકરેજીને હાર્દિક અભિનંદન તેમજ શુભકામના. સેક્યુલરિઝમ અને સોશિયલિઝમનુ આ નવુ મહારાષ્ટ્રીય ગઠજોડ, આવનારા નવા રાષ્ટ્રીય રાજકીય યુગનુ દસ્તક છે. ભાજપના (સારા) દિવસો પૂરા થયા.

તમને જણાવી દઈએ કે શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ 19માં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. શિવસેનાના એકનાથ શિંદે અને સુભાષ દેસાઈએ મંત્રી પદના શપથ લીધા. વળી, એનસીપીના જયંત પાટિલ અને છગન ભુજબળે પણ મંત્રી પદના શપથ લીધા. આ પહેલા મહા વિકાસ અઘાડ઼ીનો કૉમન મિનિમમ પ્રોગ્રામ જારી કરી દેવામાં આવ્યો. ઉદ્ધવના આ શપથ ગ્રહણ સમારંભમાં ભાજપ તરફથી માત્ર બે નેતા આ કાર્યક્રમમાં શામેલ થયા.

જ્યારે શિવસેનાએ પીએમ મોદી, દેવેન્દ્ર ફડણવીસ સહિત ઘણા ભાજપ નેતાઓને શપથ માટે આમંત્રણ આપ્યુ હતુ. પરંતુ ભાજપ તરફથી માત્ર બે નેતા જ આ કાર્યક્રમમાં શામેલ થયા. ઉદ્ધવના શપથ સમારંભમાં મહારાષ્ટ્રના પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને મહારાષ્ટ્ર ભાજપના અધ્યક્ષ ચંદ્રકાંત પાટિલ શામેલ થયા. વળી, ડીએમકે ચીફ એમકે સ્ટાલિન, ટીઆર બાલુ, કોંગ્રેસના અહમદ પટેલ, એનસીપી નેતા પ્રફૂલ્લ પટેલ શપથ સમારંભમાં શામેલ થયા.

આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં ઠાકરેની સરકાર, ઉદ્ધવ ઠાકરેએ લીધા મુખ્યમંત્રી પદના શપથઆ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં ઠાકરેની સરકાર, ઉદ્ધવ ઠાકરેએ લીધા મુખ્યમંત્રી પદના શપથ

English summary
pm modi congratulate to udhav thackrey for oath of cm
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X