રાજ્યસભામાં વિદાય ભાષણ વખતે ભાવુક થયા ગુલામ નબી આઝાદ, કહ્યુ - હિંદુસ્તાની મુસલમાન હોવા પર ગર્વ

પોતાના વિદાય ભાષણમાં કોંગ્રેસ સાંસદ ગુલામ નબી આઝાદ પણ આંખોમાંથી આંસુ ન રોકી શક્યા.

MP Ghulam Nabi Azad Farewell Speech: રાજ્યસભામાં આજે સાંસદ ગુલામનબી આઝાદ સહિત ચાર સાંસદોનો કાર્યકાળ પૂરો થઈ ગયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોજીએ મંગળવારે ગૃહમાં ફેરવેલ સ્પીચ આપી. પ્રધાનમંત્રી તેમની પ્રશંસા કરીને રાજ્યસભામાં ભાવુક થઈ ગયા. વળી, પોતાના વિદાય ભાષણમાં કોંગ્રેસ સાંસદ ગુલામ નબી આઝાદ પણ આંખોમાંથી આંસુ ન રોકી શક્યા. તેમણે કહ્યુ કે હું એ સૌભાગ્યશાળી લોકોમાંથી છુ જે ક્યારેય પાકિસ્તાન નથી ગયા. તેમણે ગૃહમાં જણાવ્યુ કે જ્યારે હું પાકિસ્તાનની પરિસ્થિતિઓ વિશે વાંચુ છુ તો મને એક હિંદુસ્તાની મુસ્લિમ હોવા પર ગર્વ અનુભવાય છે.

ghulam nabi azad

રાજ્યસભામાં પીએમ નરેન્દ્ર મોદી બાદ કોંગ્રેસ સાંસદ ગુલાબ નબી આઝાદ પણ ભાવુક થઈ ગયા. વિપક્ષ નેતા ગુલામ નબી આઝાદે પોતાના કાર્યકાળના છેલ્લા દિવસે કહ્યુ કે મને હિદુસ્તાની મુસલમાન હોવા પર ગર્વ છે. તેમણે કહ્યુ કે હું એ સૌભાગ્યશાળી લોકોમાંથી છુ જે ક્યારેય પાકિસ્તાન નથી ગયા. તેમણે ગૃહમાં જણાવ્યુ કે જ્યારે હું પાકિસ્તાનની પરિસ્થિતિઓ વિશે વાંચુ છુ તો મને એક હિંદુસ્તાની મુસ્લિમ હોવા પર ગર્વ અનુભવાય છે. ત્યારબાદ આઝાદ બોલતા-બોલતા ભાવુક થઈ ગયા. આ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ તેમના વિદાય ભાષણમાં પ્રશંસા કરતા ભાવુક થઈ ગયા હતા.

જ્યારે ગૃહમાં પીએમ મોદી થયા ભાવુક

રાજ્યસભામાં પીએમ મોદીએ ફેરવેલ સ્પીચ આપી. આ દરમિયાન મોદીની આંખોમાંથી આંસુ છલકાઈ ગયા. સાંસદોની ભાવુક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખૂબ પ્રશંસા કરી. વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદની જોરદાર પ્રશંસા કરીને પીએમ મોદીએ કહ્યુ કે જે વ્યક્તિ વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદની જગ્યા લેશે તેના માટે આઝાદજીનુ સ્તર જાળવી રાખવુ મુશ્કેલ હશે કારણકે ગુલામ નબી આઝાદ માત્ર પાર્ટી માટે જ ચિંતિત નહોતા રહેતા પરંતુ દેશ અને ગૃહ વિશે પણ વિચારતા હતા. તમને જણાવી દઈએ કે રાજ્યસભાના પોતાના 6 વર્ષના કાર્યકાળ બાદ ગુલામ નબી આઝાદ, શમશેર સિંહ, મીર મોહમ્મદ, ફૈયાઝ અને નાદિર અહેમદનો કાર્યકાળ ખતમ થવા જઈ રહ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X