For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PM મોદીએ 6ઠ્ઠી ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસમાં 5જી સેવાઓ કરી લૉન્ચ, દેશના 13 શહેરોમાં આજથી શરુ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ભારતમાં 5જી સેવાને લૉન્ચ કરી. દેશમાં આજથી 5જી સેવાઓની શરુઆત થઈ છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ભારતમાં 5જી સેવાને લૉન્ચ કરી. દેશમાં આજથી 5જી સેવાઓની શરુઆત થઈ છે. દિલ્લીમાં આયોજિત ઈંડિયા મોબાઈલ કોંગ્રેસ 2022 કાર્યક્રમથી પીએમ મોદીએ આ સેવાની શરુઆત કરી. વર્ષ 2023 સુધી આ સેવાનો આખા દેશમાં વિસ્તાર કરવાની યોજના છે. અલ્ટ્રા-હાઈ-સ્પીડ ઈન્ટરનેટનુ સમર્થન કરવામાં સક્ષમ, પાંચમી પેઢી કે 5જી સેવાથી ભારતીય સમાજ એક પરિવર્તનકારી શક્તિ તરીકે નવા આર્થિક તકો અને સામાજિક લાભો મેળવશે.

મળશે 4જીથી દસ ગણી વધુ સ્પીડ

મળશે 4જીથી દસ ગણી વધુ સ્પીડ

5જી ઈન્ટરનેટ સર્વિસમાં 4જીથી દસ ગણી વધુ સ્પીડ મળશે જેનાથી લોકોને ઈન્ટરનેટ એક્સેસ કરવા અને મૂવી, ગેમ્સ, એપ અને અન્ય વસ્તુઓ ડાઉનલોડ કરવામાં ખૂબ જ ઓછો સમય લાગશે. મોબાઈલમાં ઈન્ટરનેટની સ્પીડ વધવાથી ઈન્ટરનેટ પર આધારિત ઘણા બધા કામ વધુ સરળ બની જશે. 5જી સેવાને લૉન્ચ કરતા પહેલા પીએમ મોદીએ દિલ્લીના પ્રગતિ મેદાનમાં ભારતીય મોબાઈલ કોંગ્રેસ(આઈએમસી)ના છઠ્ઠા સંસ્કરણનુ ઉદઘાટન કર્યુ . અહીં રિલાયન્સ જિયોના ચેરમેન આકાશ અંબાણીએ પીએમ મોદીને 5જી સેવાઓ વિશે માહિતી આપી.

'એક નવા યુગની શરુઆત'

'એક નવા યુગની શરુઆત'

મુકેશ અંબાણીએ આ પ્રસંગે કહ્યુ , 'મારા વિચારથી 5જી એક મૂળભૂત ટેકનિક છે જે 21 સદીની અન્ય ટેકનિકો જેવી કે આર્ટિફિશિયલ ઈંટેલીજન્સ, ઈન્ટરનેટ ઑફ થિંગ્સ, રોબોટિક્સ, બ્લૉકચેન અને મેટાવર્સની બધી ક્ષમતાને અનલૉક કરવામાં મદદ કરશે.' વળી, ભારતી એન્ટરપ્રાઈઝના સંસ્થાપક-અધ્યક્ષ સુનીલ મિત્તલે કહ્યુ, 'આ એક મહત્વપૂર્ણ દિવસ છે. એક નવા યુગની શરુઆત થવાની છે. આ શરુઆત આઝાદીના 75મા વર્ષમાં થઈ રહી છે અને દેશમાં એક નવી જાગૃતિ, ઉર્જાની શરુઆત કરશે. આ લોકો માટે ઘણા નવા અવસરો ખોલશે.'

'નવી સંભાવનાઓ પેદા થશે'

'નવી સંભાવનાઓ પેદા થશે'

કેન્દ્રીય સંચાર, ઈલેક્ટ્રોનિક્સ અને સૂચના પ્રોદ્યોગિકી મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યુ, '5જી સેવાઓથી ઘણા ક્ષેત્રો જેવા કે શિક્ષણ, આરોગ્ય, કૃષિ, લૉજિસ્ટિક્સ, બેંકિંગમાં મૂળભૂત પરિવર્તન આવશે અને નવી સંભાવનાઓ પેદા થશે. ડિજિલ ક્ષમતાઓને વચમાં રાખીને તેની ચારે તરફ નવી સેવાઓ બનશે.' તમને જણાવી દઈએ કે દેશમાં પહેલા દોરમાં 13 શહેરોમાં 5જી સેવાઓ આજથી શરુ થઈ ગઈ છે. આ શહેરોમાં દિલ્લી, મુંબઈ, ચેન્નઈ, કોલકત્તા, બેંગલુરુ, ચંદીગઢ, ગુરુગ્રામ, હૈદરાબાદ, લખનઉ, પૂણે, ગાંધીનગર, અમદાવાદ અને જામનગર શામેલ છે.

English summary
PM Modi launches 5G services at 6th India Mobile Congress in Pragati medan, Delhi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X