For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમારો પ્રયત્ન માત્ર મકાન આપવાનો નહીં, દરેકને પગભર કરવાનો છે: મોદી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 24 જૂન: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીના વિજ્ઞાન ભવનમાં ત્રણ મહત્વકાક્ષી યોજનાઓની શરૂઆત કરી. આ યોજનાઓ હેઠળ અટલ આવાસ યોજના, સ્માર્ટ સિટી યોજના, 2022 સુધી તમામને ઘર યોજનાની શરૂઆત કરી છે.

સ્માર્ટ સિટી યોજના જે ભાજપનો ચૂંટણી મુદ્દો હતો જેનો ખર્ચ 4 લાખ કરોડ રૂપિયા છે વડાપ્રધાન આજે તેની શરૂઆત કરી. સરકારનું લક્ષ્ય છે કે 2022 સુધી તમામ દેશવાસિયોને ઘર ઉપલબ્ધ કરાવવાનો છે. આની સાથે જ શહેરી વિકાસ માટે અટલ યોજના હેઠળ 500 શહેર આવશે, સાથે જ તમામ દેશવાસીઓને ઘર આપવાના કાર્યક્રમનું પણ વડાપ્રધાને ઉદઘાટન કર્યું.

આ પ્રસંગે વડાપ્રધાને આપેલા ભાષણના મુખ્ય અંશ આ પ્રમાણે છે..

  • નાગરિકોની જરૂરિયાતથી બે ડગલા આગળ આવવું જ સ્માર્ટ સિટી છે.
  • શહેરોને સ્માર્ટ બનાવવાનો નિર્ણય ત્યાના નાગરિક અને ત્યાના લોકો કરશે નહીં કે રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર કરશે.
  • આપણો વિકાશ એવો હોવો જોઇએ કે શહેર અથવા ગામની વચ્ચે પડકાર નહીં પરંતુ સહકાર થાય.
  • અમે ઇચ્છીએ છીએ કે શહેર પોતાની જરૂરીયાતોના આધારે પોતાનું માળખું તૈયાર કરે, તેના માટે અમૃત યોજના મદદગાર સાબિત થશે.
  • શહેર કેવું બનશે અને ભવિષ્યમાં કેવું હશે તેનું માળખું લઇને અમે આવ્યા છીએ.

વધુ ભાષણ વાંચો તસવીરોમાં...

ત્રણ મહત્વકાક્ષી યોજનાઓની શરૂઆત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીના વિજ્ઞાન ભવનમાં ત્રણ મહત્વકાક્ષી યોજનાઓની શરૂઆત કરી. આ યોજનાઓ હેઠળ અટલ આવાસ યોજના, સ્માર્ટ સિટી યોજના, 2022 સુધી તમામને ઘર યોજનાની શરૂઆત કરી છે.

ઘર પ્રોત્સાહન આપે છે

મકાન મળવાથી જીવનમાં ફેરફાર શરૂ થઇ જાય છે.

ઘર મળવાથી ગરીબના સપના સાચા થવા લાગે છે

ઘર મળવાથી ગરીબના સપના સાચા થવા લાગે છે અને ગરીબ અને વધુ મહેનત શરૂ કરી દે છે.

ગરીબ નોકરી માટે શહેરો તરફ દોડી રહ્યો છે

આપણા દેશમાં લગભગ 500 શહેર અને ગરીબ નોકરી માટે શહેરો તરફ દોડી રહ્યો છે.

વિકાસના માર્ગે આગળ વધવા સૌની નેમ છે

આજે આપણે તે કાળા દિવસને ભૂલાવીને તે સપનાઓની પસંદગી કરવા માગીએ છીએ જે દરેક નાગરિકનો વિકાસ કરે.

કટોકટીના નામે દેશને જેલમાં ફેરવી દેવાયો હતો

દેશમાં 40 વર્ષ પહેલા કટોકટીના નામે દેશને જેલમાં ફેરવી દેવાયો હતો, સમાચાર પત્રોને તાળા લગાવી દેવામાં આવ્યા હતા.

2 કરોડ ઘરો મહિલાઓને

2 કરોડ ઘરો મહિલાઓને

આ પ્રસંગે નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી કે પહેલા 2 કરોડ ઘરો મહિલાઓને આપવામાં આવશે બાદમાં, બાકીને આપવામાં આવશે.

English summary
PM Modi launches three mega projects which will benefit millions.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X