For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PM મોદીની સોશિયલ મીડિયા છોડવાની ઈચ્છા પર વિપક્ષી નેતાઓએ કર્યો કટાક્ષ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા છોડવાની ઈચ્છા વ્યક્ત કરી. તેના પર વિપક્ષી દળના નેતાઓએ પીએમ મોદી પર કટાક્ષ કર્યો છે.

|
Google Oneindia Gujarati News

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા છોડવાની ઈચ્છા વ્યક્ત કરી. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યુ કે વિચાર કરી રહ્યો છુ કે સોશિયલ મીડિયા છોડી દઉ. પીએમ મોદીએ જે રીતે સોશિયલ મીડિયા છોડવાની વાત કહી તે બાદથી સોશિયળ મીડિયા પર લોકો પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરવા લાગ્યા છે. અમુક લોકો અટકળો લગાવી રહ્યા છે કે પીએમ મોદી હવે માત્ર નમો એપ દ્વારા લોકો સાથે સંવાદ સ્થાપિત કરશે તો અમુક લોકોનુ કહેવુ છે કે ભારત પોતાની ખુદની સોશિયલ મીડિયા કંપની શરૂ કરવા જઈ રહી છે. એટલુ જ નહિ અમુક લોકો એવા પણ છે જેમનુ કહેવુ છે કે આ માત્ર પીએમ મોદીનો સ્ટંટ છે. વિપક્ષી દળના નેતાઓએ પીએમ મોદી પર કટાક્ષ કર્યો છે.

અખિલેશ બોલ્યા સારી નથી વાત

અખિલેશ બોલ્યા સારી નથી વાત

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પીએમ મોદીના ટ્વિટ પર પોતાની પ્રતિક્રિયા આપીને લખ્યુ કે તમે નફરત છોડો, સોશિયલ મીડિયા અકાઉન્ટ નહિ. વળી, સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદને ટ્વિટ કરીને લખ્યુ સામાજિક સંવાદના રસ્તા બંધ કરવાનુ વિચારવુ સારી વાત નથી... છોડવા માટે બીજુ ઘણુ બધુ સાર્થક છે સાહેબ.. જેમ કે સત્તાનો મોહ-લગાવ, વિદ્વેષની રાજનીતિનો ખ્યાલ, મનમરજીની વાત, અમુક મીડિયાથી કરાવવા મનગમતા સવાલ અને વિશ્વવિહાર... કૃપા કરી આ વિચારણીય બિંદુઓ પર પણ કરો વિચાર.

થરુરે કર્યો કટાક્ષ

કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂરે પીએમ મોદીના ટ્વિટ પર પોતાની પ્રતિક્રિયા આપીને લખ્યુ કે પીએમ મોદીના એલાન બાદ લોકોની અંદર એ વાતની શંકા ઉભી થઈ રહી છે કે શું આખા દેશમાં આ સેવાને બંધ કરી દેવામાં આવશે. પીએમ મોદીને એ સારી રીતે ખબર છે કે લોકોમાં સારો અને સકારાત્મક સંદેશ મોકલવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી શકાય છે. સોશિયલ મીડિયાનો ઉપયોગ નફરત ફેલાવવા માટે ન થવો જોઈએ.

જીડીપી ઘટવા લાગી તો ટીઆરપી સ્ટંટ લાગ્યા વધવા

વળી, રાજદ નેતા તેજસ્વી યાદવે પીએમ મોદીના ટ્વિટ પર કટાક્ષ કરતા લખ્યુ કે વિચારી રહ્યો છુ કે સોમવારે શું કરવુ જોઈએ. કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ પણ પીએમ મોદીના ટ્વિટને લોકોનુ ધ્યાન ભટકાવવાની કોશિશ કહી છે. તેમણે લખ્યુ કે દેશના મહત્વના મુદ્દાઓથી લોકોનુ ધ્યાન હટાવવા માટે પીએમ મોદીનો આ નવો પેંતરો છે. લેફ્ટ નેતા કન્હૈયા કુમારે ટ્વિટ કરીને લખ્યુ કે જીડીપી ઘટવા લાગી તો ટીઆરપી સ્ટંટ લાગ્યા વધવા.

આ પણ વાંચોઃ PM મોદીએ સોશિયલ મીડિયા છોડવાના સંકેત બાદ ટ્રેંડ થયુ No Modi No Twitterઆ પણ વાંચોઃ PM મોદીએ સોશિયલ મીડિયા છોડવાના સંકેત બાદ ટ્રેંડ થયુ No Modi No Twitter

English summary
PM Modi likely to leave social media here is how opposition leader taunts him.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X