For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્રધાનમંત્રી મોદીએ નવા સંસદ ભવનનુ કર્યુ ભૂમિ પૂજન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવા પ્રસ્તાવિત સંસદ ભવનનુ ભૂમિ પૂજન કર્યુ છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવા પ્રસ્તાવિત સંસદ ભવનનુ ભૂમિ પૂજન કર્યુ છે. તેમણે આજે નવા ભવનના શિલાન્યાસ કાર્યક્રમ દરમિયાન ભૂમિ પૂજન કાર્યક્રમમાં ભાગ લીધો. પ્રધાનમંત્રી મોદીએ મંત્રોચ્ચાર વચ્ચે નવા ભવનના ભૂમિ પૂજનમાં ભાગ લીધો અને તમામ પરંપરાઓનુ પાલન કરીને પૂજા-અર્ચના કરી. આ દરમિયાન કુરાન આયતો અને અલગ અલગ ધર્મના રિવાજોનુ પણ પાલન કરવામાં આવ્યુ. ભૂમિ પૂજન દરમિયાન સર્વધર્મ પ્રાર્થના સભાનુ પણ આયોજન કરવામાં આવ્યુ. તમને જણાવી દઈએ કે નવા સંસદ ભવનના નિર્માણ કાર્યને હજુ શરૂ નહિ કરી શકાય કારણકે આના માટે સુપ્રીમ કોર્ટમાં ઘણી અરજીઓ દાખલ કરવામાં આવી છે. જો કે સુપ્રીમ કોર્ટે ભૂમિ પૂજન અને પેપર વર્કની મંજૂરી આપી દીધી છે પરંતુ જ્યાં સુધી કેસની સુનાવણી પૂરી નહિ થાય ત્યાં સુધી નિર્માણ કાર્ય શરૂ નહિ કરી શકાય.

નજમા હેપતુલ્લાએ જણાવ્યો ઐતિહાસિક દિવસ

નજમા હેપતુલ્લાએ જણાવ્યો ઐતિહાસિક દિવસ

આ પ્રસંગે પૂર્વ સાંસદ નજમા હેપતુલ્લાએ કહ્યુ કે પીએમનો સંસદમાં બહુ જ વિશ્વાસ છે. પહેલી વાર જ્યારે તે સંસદ આવ્યા હતા ત્યારે તેમણે સંસદની બહાર માથુ ટેકવ્યુ હતુ અને સંસદના મહત્વને જણાવ્યુ હતુ માટે તેમના દ્વારા નવા ભવનનો શિલાન્યાસ ખૂબ ખાસ છે. નજમા હેપતુલ્લાએ કહ્યુ કે સંસદમાં જે દરવાજા હોય છે, સેન્ટ્રલ હૉલમાં જવાનો જે ગેટ છે, તેને બંધ કરીને ઑફિસ બનાવવામાં આવી હતી. અમે ગેટની અંદર બેસતા હતા કારણકે રૂમો ઓછા હતા. સ્ટેન્ડીંગ કમિટીની બેઠક માટે રૂમો નહોતા. આજનો દિવસ ઐતિહાસિક દિવસ છે. પીએમ મોદી લોકતંત્ર, સંસદને બહુ માને છે, આજ સુધી કોઈએ સંસદના દરવાજે માથુ નથી ટેકવ્યુ પરંતુ પીએમ મોદીએ પોતાનુ માથુ ટેકવ્યુ. આજે તેમના હાથથી આનો શિલાન્યાસ થયો છે, આ બહુ મહત્વનો દિવસ છે.

971 કરોડ રૂપિયાથી તૈયાર થશે ભવન

971 કરોડ રૂપિયાથી તૈયાર થશે ભવન

તમને જણાવી દઈએ કે જૂનુ સંસદ ભવન ગોળાકાર છે જ્યારે નવુ સંસદ ભવન ત્રિકોણાકાર હશે. નવી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સંસદના નવા ભવનને બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સંભવિત છે કે સુપ્રીમ કોર્ટનુ નવુ બિલ્ડિંગ 2022 સુધી પૂરુ થઈ શકે છે. આના નિર્માણમાં લગભગ 971 કરોડ રૂપિયા સુધીનો ખર્ચ આવશે. આ પ્રોજેક્ટ કેન્દ્ર સરકારના સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટનો હિસ્સો છે. આ પ્રોજેક્ટની કુલ કિંમત 20000 કરોડ રૂપિયાની છે.

વર્તમાન સંસદ ભવનનો ઈતિહાસ

વર્તમાન સંસદ ભવનનો ઈતિહાસ

વર્તમાન સંસદ ભવનનુ નિર્માણ 18 જાન્યુઆરી 1927ના રોજ થયુ હતુ. તેને છ વર્ષના કાર્યકાળમાં તૈયાર કરવામાં આવ્યુ હતુ. વર્તમાન સર્ક્યુલર બિલ્ડિંગમાં 144 સેન્ડસ્ટોનના કૉલમ છે જેને સર એડવર્ડ લુટિયન્સે ડિઝાઈન કર્યુ હતુ. લુટિયન્સે જ હાર્ટ ઑફ દિલ્લીને ડિઝાઈન કર્યુ હતુ. ગયા સપ્તાહે સુપ્રીમ કોર્ટે નવા સંસદના બિલ્ડીંગના નિર્માણ વિશે કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી હતી કે જ્યારે આ કેસ સુપ્રીમ કોર્ટમાં પેન્ડીંગ છે તો સરકાર આ પ્રોજેક્ટમાં આટલી ઝડપ કેમ બતાવી રહી છે. કોર્ટે કહ્યુ હતુ કે તમે આધારશિલા મૂકી શકો છો, પેપરવર્ક કરી શકો છો પરંતુ કોઈ પણ પ્રકારનુ નિર્માણ કે તોડફોડ, વૃક્ષો કાપી શકાય નહિ. તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારનો વિસ્ટા પ્રોજેક્ટ રાજપથથી 3 કિલોમીટરની સીમામાં હશે.

શિક્ષણમંત્રીએ બોર્ડ પરીક્ષા, સિલેબસ, JEE-NEET પર આપી માહિતીશિક્ષણમંત્રીએ બોર્ડ પરીક્ષા, સિલેબસ, JEE-NEET પર આપી માહિતી

English summary
PM Modi new parliament building bhoomi pujan
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X