For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'અફઘાનિસ્તાનની મદદ માત્ર પીએમ મોદી કરી શકે છે, અમને પાકિસ્તાન-ચીન પર ભરોસો નથી'

ઝહીર ખાનનુ કહેવુ છે કે અમને પાકિસ્તાન, ચીન અને સઉદી અરબ પર બિલકુલ ભરોસો નથી, અમને ભારત પર ખૂબ ભરોસો છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ અફઘાનિસ્તાન પર તાલિબાનનો કબજો થયા બાદ ભારતમાં રહેતા અફઘાનીઓને પોતાના પરિવારની ચિંતા સતાવી રહી છે. આ લોકો આખી દુનિયાની મદદથી આસ લગાવીને બેઠા છે. ખાસ કરીને ભારતથી આ લોકોને ઘણી આશા છે આ કહેવુ છે કે અફઘાની મૂળના એક વેપારી ઝહીર ખાનનુ કે જેઓ લાંબા સમયથી ભારતમાં રહે છે. ઝહીર ખાનનુ કહેવુ છે કે અમને પાકિસ્તાન, ચીન અને સઉદી અરબ પર બિલકુલ ભરોસો નથી, અમને ભારત પર ખૂબ ભરોસો છે અને ખાસ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીથી અમને ઘણી આશા છે. તેમણે કહ્યુ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમારી મદદ કરી શકે છે.

afghan

તાલિબાન શાસિત અફઘાનિસ્તારનનો સ્વીકાર નહિ કરીએ

ઈન્ડિયા ટુડેના સમાચાર મુજબ કોલકત્તાના મલિક બજારના વેપારી ઝહીર ખાન આજે અફઘાનિસ્તાનની સ્થિતિને જોઈને ઘણા દુઃખી છે. તેમણે કહ્યુ કે હું આવા અફઘાનિસ્તાનનો ક્યારેય સ્વીકાર નહિ કરુ જ્યાં તાલિબાનનુ શાસન થઈ ગયુ છે. ઝહીર જણાવે છે કે તેના પિતા લગભગ 25 વર્ષ પહેલા અફઘાનિસ્તાનથી ભારત આવ્યા હતા અને ત્યારથી તેઓ કોલકત્તામાં રહે છે. કોલકત્તામાં ઘણા અફઘાનીઓના ઘર છે. તેમને અહીં કાબુલીવાલાના નામથી ઓળખવામાં આવે છે જેનો અર્થ છે 'Men of Kabul'આ લોકો અહીં 1840ની આસપાસ આવ્યા હતા અને ત્યારથી કોલકત્તામાં રહે છે.

પાકિસ્તાન અમારુ દુશ્મન નંબર વન છેઃ અફઘાની

ઝહીર ખાનનુ કહેવુ છે કે ચીન અને પાકિસ્તાને તાલિબાનનુ સમર્થન કર્યુ છે પરંતુ અફઘાનિસ્તાનના લોકો માત્ર ભારત પર જ ભરોસો કરે છે. તે ચીન અને પાકિસ્તાન પર ભરોસો કરવા માટે તૈયાર નથી. મલિક બજારના એક અન્ય વેપારી ઈબ્રાહીમ ખાનનુ કહેવુ છે કે, 'તમે કોઈ પણ અફઘાનને પાકિસ્તાન પર તેમના વિચાર પૂછો, એ કહેશે કે તેમને એ દેશથી કંઈ નથી જોઈતુ. ઈમરાન ખાને કહ્યુ કે અમે ગુલામ હતા પરંતુ વાસ્તવમાં એ બીજાના ગુલામ છે. અમને તેમની પાસેથી કંઈ નથી જોઈતુ, એ અમારા નંબર વન દુશ્મન છે.' તમને જણાવી દઈએ કે ઈબ્રાહીમનો પરિવાર અફઘાનિસ્તાનમાં જ રહે છે.

અમે ભારતને અમારો દેશ માનીએ છીએ

તમને જણાવી દઈએ કે ઈબ્રાહીમનો પરિવાર અફઘાનિસ્તાનમાં જ રહે છે. હાલમાં પરિવાર એકદમ સુરક્ષિત છે. ઈબ્રાહીમનુ કહેવુ છે કે તે પોતાના સંબંધીઓના સંપર્કમાં છે. ઈબ્રાહીમ ખાને પીએમ મોદીને મદદની પોકાર કરીને કહ્યુ કે મોદીજી ત્યાંથી અમારા પરિવારોને બહાર લાવવામાં અમારી મદદ કરો. ઈબ્રાહીમે કહ્યુ કે અમે ભારતના લોકો સાથે સારા સંબંધો ઈચ્છીએ છીએ અને તેમને મજબૂત કરવા માંગીએ છીએ. અમે ભારતને પોતાનો દેશ માનીએ છીએ.

English summary
PM Modi only can help Afghanistan now says Afghani people lives in Kolkata
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X