For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીએમ મોદીએ કોંગ્રેસ રાજ પર સાધ્યુ નિશાન, યાદ કરાવી 2013 ની ગતિ

72 માં સ્વાતંત્ર્ય દિવસ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી દેશને સંબોધિત કર્યા. આ પહેલા પીએમ મોદીએ રાજઘાટ પહોંચીને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી.

|
Google Oneindia Gujarati News

72 માં સ્વાતંત્ર્ય દિવસ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી દેશને સંબોધિત કર્યા. આ પહેલા પીએમ મોદીએ રાજઘાટ પહોંચીને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. પ્રધાનમંત્રી તરીકે પાંચમી વાર લાલ કિલ્લાથી દેશને સંબોધિત કરી રહેલ નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણ દ્વારા કોંગ્રેસ પર નિશાન સાધ્યુ. પીએમ મોદીએ કહ્યુ કે જે ગતિથી 2013 માં ગેસ કનેક્શન આપવામાં આવી રહ્યા હતા જો તે જ જૂની ગતિ હોત તો દેશના દરેક ઘરમાં વર્ષો સુધી પણ ગેસ કનેક્શન ના પહોંચી શક્યા હોત.

pm modi

પીએમ મોદીએ પોતાના ભાષણમાં કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યુ કે આપણે ક્યાંથી ચાલ્યા હતા તેના પર નજર નહિ નાખીએ તો કેટલે સુધી પહોંચ્યા તેનો અંદાજ નહિ આવી શકે. એટલા માટે 2013 માં આપણો દેશ જે ગતિથી ચાલી રહ્યો હતો તેને જો આપણે આધાર માનીએ અને છેલ્લા ચાર વર્ષોના કામના લેખાજોખા લઈએ તો તમને અચરજ થશે કે દેશની ગતિ કેટલી આગળ વધી રહી છે. 2013 ની ગતિથી ચાલીએ તો શૌચાલય બનાવવામાં દાયકા લાગી જાત.

આ પણ વાંચો: શોર્ટ સર્વિસ કમિશનમાં હવે મહિલાઓની એન્ટ્રી: પીએમઆ પણ વાંચો: શોર્ટ સર્વિસ કમિશનમાં હવે મહિલાઓની એન્ટ્રી: પીએમ

પીએમ મોદીએ કહ્યુ કે 2013 ના આધાર પર ગામોમાં વિજળી પહોંચાડવા માટે એક-બે દાયકા લાગી જાત. 2013 ની ગતિથી એલપીજી ગેસ કનેક્શન અને ગરીબ મા ને ધૂમાડામુક્ત ચૂલો આપવામાં સો વર્ષ પણ ઓછા પડી જાત. ગામોમાં ઓપ્ટિકલ ફાઈબર લગાવવામાં પેઢીઓ નીકળી જાત. દેશ એ જ છે, ધરતી એ જ છે, હવાઓ એ જ છે, સરકારી કાર્યાલયો એ જ છે, નિર્ણય પ્રક્રિયા કરનારા લોકો એ જ છે, ફાઈલો એ જ છે, પરંતુ દેશ ચાર વર્ષેમાં ફેરફાર અનુભવી રહ્યો છે. દેશ નવા સંકલ્પ સાથે આગળ વધી રહ્યો છે. ત્યારે જ દેશ બેગણા હાઈવે બનાવી રહ્યો છે. ગામોમાં ચાર ગણા નવા ઘર બની રહ્યા છે.

આ પણ વાંચોઃ આ ભારત દેશ ફક્ત સરકારનો નથી, આપણા બધાનો છે: રાષ્ટ્રપતિઆ પણ વાંચોઃ આ ભારત દેશ ફક્ત સરકારનો નથી, આપણા બધાનો છે: રાષ્ટ્રપતિ

પીએમ મોદીએ કહ્યુ, લઘુત્તમ સમર્થન મુલ્ય (ટેકાના ભાવો) ને જ જોઈ લો. રાજકીય પક્ષો માંગ કરી રહ્યા હતા કે ખેડૂતોને મૂળ કિંમતના ડોઢ ગણા ટેકાના ભાવ મળવા જોઈએ પરંતુ અમે નિર્ણય કર્યો કે ખેડૂતોને ડોઢ ગણો ટેકાના ભાવ આપવામાં આવશે. જીએસટી પણ કોઈ ઈચ્છતુ નહોતુ પરંતુ નિર્ણય થઈ શકતા નહોતા. રાજકારણ-ચૂંટણીનું દબાણ રહેતુ હતુ. અમે પક્ષના હિતમાં નહિ દેશના હિતમાં નિર્ણયો કરીએ છીએ.

પીએમ મોદીએ કહ્યુ કે દેશની અપેક્ષાઓ અને જરૂરિયાતો બહુ જ છે જેને પૂરી કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારને નિરંતર પ્રયાસ કરવાના છે. અમે આકરા નિર્ણયો લેવાનું સામર્થ્ય રાખીએ છીએ કારણકે દેશહિત અમારા માટે સર્વોપરિ છે.

English summary
pm modi says If we had continued at the same pace at which toilets were being built in 2013 then it would have taken us decades to complete them
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X