For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

#InternationalYogaDay2018: દુનિયાને એકરૂપ કરવાનું બળ એટલે યોગઃ પીએમ મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસના પ્રસંગે ઉતરાખંડના ફોરેસ્ટ રિસર્ચ ઈન્સ્ટીટ્યુટમાં યોગ કર્યા. આ પહેલા પીએમ મોદીએ લોકોને સંબોધિત કરતા કહ્યુ કે યોગ લોકોને જોડવાનું કામ કરે છે.

|
Google Oneindia Gujarati News

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસના પ્રસંગે ઉતરાખંડના ફોરેસ્ટ રિસર્ચ ઈન્સ્ટીટ્યુટમાં યોગ કર્યા. આ પહેલા પીએમ મોદીએ લોકોને સંબોધિત કરતા કહ્યુ કે યોગ લોકોને અલગ પાડવાના બદલે જોડવાનું કામ કરે છે. તેમણે કહ્યુ કે યોગ કરવાથી શાંતિ, ખુશી અને ભાઈચારો આવે છે. આપણે સૌ ભારતીયો માટે ગર્વની વાત છે કે યોગ આંતરરાષ્ટ્રીય સ્તર પર સ્વીકાર કરવામાં આવ્યુ અને આજે દુનિયાના દરેક ભાગમાં લોકો યોગથી સૂર્યનું સ્વાગત કરી રહ્યા છે.

દરેકના જીવનમાં શાંતિ

દરેકના જીવનમાં શાંતિ

પીએમ મોદીએ કહ્યુ કે દહેરાદૂનથી લઈને ડબલિન સુધી, શાંઘાઈથી લઈને શિકાગો સુધી, જાકાર્તાથી લઈને જોહાનિસબર્ગ સુધી યોગ જ યોગ છે. દરેક જીવનને યોગ સમૃધ્ધ કરી રહ્યા છે. યોગ સંપૂર્ણ માનવતાને જોડે છે. પીએમ મોદીએ કહ્યુ કે આ પહેલો એવો પ્રસ્તાવ હતો જેને દુનિયાના સર્વાધિક દેશોએ સ્પોન્સર કર્યો, સૌથી ઓછા સમયમાં સ્વીકૃત થયો છે. યોગના માધ્યમથી દરેકના જીવનમાં શાંતિની અનુભૂતિ થઈ રહી છે.

એક વાર કોશિશ જરૂર કરો

એક વાર કોશિશ જરૂર કરો

પીએમે કહ્યુ કે આજે દુનિયાએ યોગને ગળે લગાવ્યુ છે અને તેની ઝાંકીઓ પણ જોઈ શકાય છે કે કેવી રીતે દર વર્ષે લોકો યોગ દિવસને દુનિયાભરમાં મનાવે છે. ત્યાં સુધી કે યોગ દિવસ લોકોના સારા સ્વાસ્થ્ય માટે દુનિયામાં સૌથી મોટા માસ મુવમેન્ટ તરીકે ઉભરી રહ્યુ છે. લોકો સારા સ્વાસ્થ્ય અને સારા જીવન માટે યોગ સાથે જોડાઈ રહ્યા છે. વળી, પીએમે અપીલ કરી છે કે દરેકને પોતાના જીવનમાં યોગ જરૂર કરવા જોઈએ. જે લોકો પહેલાથી કરી રહ્યા છે તે નિયમિત કરે અને જેમણે હજુ સુધી શરૂ નથી કર્યા તે એકવાર જરૂર આની કોશિશ કરે.

યોગ પાસે અક્સીર ઈલાજ

પીએમે કહ્યુ કે યોગ પાસે મુશ્કેલીઓને યોગ્ય અને અક્સીર ઈલાજ છે. મે વાંચ્યુ છે કે દર વર્ષે 18 મિલિયન લોકોને હ્રદયરોગનો હુમલો આવે છે. યોગ હ્રદયની બિમારી માટે સૌથી સારુ છે. તે બિમારીથી આરામ આપે છે. યોગ ભાઈચારા અને ખુશીઓનું પ્રતીક છે. વળી, પીએમ મોદીએ ઉતરાખંડના મુખ્યમંત્રીનો આભાર માનતા કહ્યુ કે મને ખુશી છે કે મુખ્યમંત્રી આટલા મોટા સ્તર પર સફળ કાર્યક્રમનું આયોજન કર્યુ.

English summary
PM Modi says Yoga has become one of the unifying forces of the world.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X