For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીએમ મોદી આજે બોકાખાટ અને બાંકુરામાં રેલીઓને સંબોધિત કરશે

પીએમ મોદી આજે બોકાખાટ અને બાંકુરામાં રેલીઓને સંબોધિત કરશે

|
Google Oneindia Gujarati News

આસામ-પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીનું બ્યૂગલ વાગી ગયું છે, તાબડતોડ ચૂંટણી રેલીઓ થઈ રહી છે, આ ક્રમમાં આજે પીએમ નરેન્દ્ર મોદી આસામના બોકાખાટ અને પશ્ચિમ બંગાળના બાંકુરામાં રેલીઓને સંબોધિત કરશે. જણાવી દઈએ કે પીએ મોદી આસામના બોકાખાટમાં આજે ભાજપી ગઠબંધનના ઉમેદવાર અને આસામ ગણ પરિષદના અધ્યક્ષ અતુલ બોરા માટે ચૂંટણી પ્રચાર કરશે. આ રેલીમાં પીએમ મોદી સાથે મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલ, આસામ પ્રદેશ ભાજપ અધ્યક્ષ રંજીત કુમાર દાસ અને નેડાના સંયોજક ડૉ હિંમત વિશ્વશર્મા પણ હાજર રહેશે.

જ્યારે પીએમ મોદી આજે પશ્ચિમ બંગાળના બાંકુરામાં પણ રેલી કરશે, આ રેલી બપોરે એક વાગ્યે યોજાશે જ્યારે સાંજ સાડા પાંચ વાગ્યે કોલકાતામાં અમિત શાહ ભાજપનું ઘોષણાપત્ર જાહેર કરશે.

પીએમ મોદીએ મમતા બેનરજી પર નિશાન સાધ્યું હતું

પીએમ મોદીએ મમતા બેનરજી પર નિશાન સાધ્યું હતું

જણાવી દઈએ કે ચૂંટણીની તારીખોનું એલાન થયા બાદ પીએમ મોદીનો આજે પશ્ચિમ બંગાળનો ચોથો પ્રવાસ છે. 20 માર્ચે ખડકપુરમાં પીએમ મોદીએ એક જનસભા સંબોધિત કરી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે બંગાળે કોંગ્રેસના કારનામાં જોયાં છે, વામદળની બર્બાદીનો અનુભવ કર્યો છે. ટીએમસીએ પણ તમારાં સપનાં ચૂરચૂક કર્યાં છે, પાછલા 70 વર્ષમાં બસ આજ જોયું છે. અમને પાંચ વર્ષનો મોકો આપો, 70 વર્ષની બરબાદી મટાવી દેશું.

પીએમ મોદીએ દીલિપ ઘોષના વખાણ કર્યાં

પીએમ મોદીએ દીલિપ ઘોષના વખાણ કર્યાં

પશ્ચિમ બંગાળના ઉજ્જવળ ભવિષ્ય માટે આ ધરતી પર આપણા 130 કાર્યકર્તાઓએ પોતાનું જીવન ન્યોછાવર કરી દીધું જેથી પશ્ચિમ બંગાળ આબાદ રહે. મારી પાર્ટી પાસે દિલીપ ઘોષ જેવા અધ્યક્ષ છે. તેમના પર અનેક હુમલા થયા, મોતને ઘાટ ઉતારવાની કોશિશો થઈ પરંતુ તેઓ પશ્ચિમ બંગાળના ઉજ્જવળ ભવિષ્યનું પ્રણ લઈ ચાલી ડ્યા અને આજે આખા બંગાળમાં નવી ઉર્જા ભરી રહ્યા છે. પશ્ચિમ બંગાળમાં દીદી વિકાસની હરેક યોજનાઓ સામે દિવાલ બનીને ઉભી છે. તમે દીદી પર ભરોસો જતાવ્યો, પરંતુ દીદીએ તમને દુર્નીતિ આપી, તમારી સાથે વિશ્વાસઘાત કર્યો. મમતા બેનરજીએ રાજ્યને 10 વર્ષમાં ભ્રષ્ટાચાર, લૂટમાર અને કુશાસન આપ્યું.

બેંગ્લોરમાં એક દિલ્હી બનાવવાની જરૂરત, ખેડૂત આંદોલન ના થયું તો દેશ વેચી નાખશેઃ રાકેશ ટિકૈતબેંગ્લોરમાં એક દિલ્હી બનાવવાની જરૂરત, ખેડૂત આંદોલન ના થયું તો દેશ વેચી નાખશેઃ રાકેશ ટિકૈત

2 મેના રોજ ચૂંટણી પરિણામ આવશે

2 મેના રોજ ચૂંટણી પરિણામ આવશે

ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળમાં આઠ તબક્કામાં ચૂંટણી થઈ રહી છે. પશ્ચિમ બંગાળમાં પહેલા તબક્કા માટે 27 માર્ચે, બીજા તબક્કા માટે 1લી એપ્રિલે, ત્રીજા તબક્કા માટે 6 એપ્રિલે, ચોથા તબક્કામાં 10 એપ્રિલે, પાંચમા તબક્કા માટે 17 એપ્રિલે, છઠ્ઠા તબક્કા માટે 22 એપ્રિલે, સાતમા તબક્કા માટે 26 એપ્રિલે અને આઠમા તબક્કા માટે 29 એપ્રિલે મતદાન થશે. જ્યારે આસામની 126 સીટ માટે ત્રણ તબક્કામાં મતદાન થશે. મતદાન માટે 27 માર્ચ, 1 એપ્રિલ અને 6 એપ્રિલની તારીખ જાહેર કરાઈ છે. 2 મેના રોજ ચૂંટણી પરિણામ જાહેર થઈ જશે.

English summary
PM Modi will address rallies in Bokakhat and Bankura today. પીએમ મોદી આજે બોકાખાટ અને બાંકુરામાં રેલીઓને સંબોધિત કરશે
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X