For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

1.75 લાખ ઘરોનુ ઉદઘાટન કરી PM મોદી બોલ્યા - લાભાર્થીઓને પોતાના સપનાનુ ઘર મળ્યુ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવારે મધ્ય પ્રદેશમાં પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ) હેઠળ બનાવવામાં આવેલ 1.75 લાખ ઘરોનુ ઉદઘાટન કરશે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવારે મધ્ય પ્રદેશમાં પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ) હેઠળ બનાવવામાં આવેલ 1.75 લાખ ઘરોનુ ઉદઘાટન કરશે. તે આ કાર્યક્રમમાં વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા ભાગ લેશે. આ સાથે જ તે યોજનાના લાભાર્થીઓ સાથે પણ વાત કરશે. આ વિશે પ્રધાનમંત્રીએ શુક્રવારે ટ્વિટ કર્યુ હતુ. તેમણે કહ્યુ, 2022 સુધી દેશના દરેક પરિવારને ઘર આપવાના લક્ષ્યની દિશામાં આ એક મહત્વપૂર્ણ પગલુ છે. પ્રધાનમંત્રી આવાસ યોજના - ગ્રામીણ હેઠળ તૈયાર કરવામાં આવેલ આ ઘર એ વાતનો પુરાવો છે કે કોરોના મહામારી પણ વિકાસ કાર્યોમાં અડચણ ન બની શકી.

PM Modi

પ્રધાનમંત્રી મોદીએ કહ્યુ, ' આજે મધ્ય પ્રદેશના અનેક લાભાર્થીઓને તેમના સપનાનુ ઘર મળ્યુ છે. ગૃહ પ્રવેશ કરનાર બધા બંધુઓને અભિનંદન અને શુભકામનાઓ આપુ છુ. આ સાથી ટેકનોલૉજીના માધ્યમથી આ કાર્યક્રમથી જોડાયા છે. આજે મધ્ય પ્રદેશના લાભાર્થીઓને પોતાનુ પાક્કુ ઘર મળ્યુ છે, પોતાના સપનાનુ ઘર મળ્યુ છે. એક નવો વિશ્વાસ તમારા મનમાં પેદા થયો છે. મધ્ય પ્રદેશના 1.75 લાખ એવા પરિવાર છે જે પોતાના ઘરમાં આજે પ્રવેશ કરી રહ્યા છે, એ બધાને હું અભિનંદન અને શુભકામનાઓ આપુ છુ.'

તેમણે કહ્યુ, 'આ વખતે તમારા બધાની દિવાળી, તમારા બધાના તહેવારોની ખુશીઓ કંઈક અલગ જ હશે. કોરોના કાળ ન હોત તો આજે તમારા જીવનની આટલી મોટી ખુશીમાં શામેલ થવા માટે, તમારા ઘરના એક સભ્ય, તમારા પ્રધાનસેવક તમારી વચ્ચે હોત. આજનો આ કાર્યક્રમ મધ્ય પ્રદેશ સહિત દેશના બધા બેઘર સાથીઓન એક વિશ્વાસ અપાનવાર પળ પણ છે. જેમનુ હજુ સુધી ઘર નથી, એક દિવસ તેમનુ પણ ઘર બનશે, તેમનુ પણ સપનુ પૂરુ થશે.'

રિટાયર્ડ નેવી ઑફિસરને શિવસેના કાર્યકર્તાઓએ માર્યા, 6ની ધરપકડરિટાયર્ડ નેવી ઑફિસરને શિવસેના કાર્યકર્તાઓએ માર્યા, 6ની ધરપકડ

English summary
PM Modi will inaugurate 'pm awas yojana' 1.75 lakh houses in MP.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X