For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આજે રાઈઝિંગ હિમાચલનો શુભારંભ કરશે પીએમ મોદી, 82 હજાર કરોડનુ રોકાણ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બે દિવસીય રાઈઝિંગ હિમાચલ ગ્લોબલ ઈન્વેસ્ટર મીટનો શુભારંભ કરશે.

|
Google Oneindia Gujarati News

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બે દિવસીય રાઈઝિંગ હિમાચલ ગ્લોબલ ઈન્વેસ્ટર મીટનો શુભારંભ કરશે. આ કાર્યક્રમ આજથી ધર્મશાલામાં શરૂ થશે. કાર્યક્રમ અનુસાર પ્રધાનમંત્રી સવારે 11 વાગે પહોંચશે. આ કાર્યક્રમમા વિવિધ દેશોના રાજદૂતો ઉપરાંત વિદેશી રોકાણકારો અને પ્રતિનિધિ પણ ભાગ લેશે. પ્રધાનમંત્રી ઉપરાતં કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી પ્રહલાદ એસ પટેલ, નાણા રાજ્યમંત્રી અનુરાગ સિંહ ઠાકુર, સિક્કિમના મુખ્યમંત્રી પ્રેમસિંહ થમાંગ, બિહારના આરોગ્ય મંત્રી મંગલ પાંડે અને નીતિપંચના વાઈસ ચેરમેન રાજીવ કુમાર ભાગ લેશે. જણાવવામાં આવી રહ્યુ છ કે આમાં ઘણા ઉદ્યોગપતિઓ પણ આવી રહ્યા છે.

PM modi

કેટલુ થશે રોકાણ

માહિતી મુજબ આ મીટમાં ઘણા ક્ષેત્રો માટે લગભગ 82 હજાર કરોડ રૂપિયા રોકાણ કરવામાં આવી શકે છે. આમાં ઉર્જાના 15 એમઓયુથી 27,812 કરોડ, પર્યટનના 192 એમઓયુથી 14,955 કરોડ, ઉદ્યોગના 207 એમઓયુથી 13,682 કરોડ અને હાઉસિંગના 32 એમઓયુથી 12,277 કરોડ રોકાણ થવાની સંભાવના છે. હિમાચલ પ્રદેશ સરકાર હવે આશા રાખી રહી છે કે આ રોકાણથી રાજ્યના લોકોને રોજગાર મળશે.

સુરક્ષાની પૂરતી વ્યવસ્થા

કાર્યક્રમને સુરક્ષિત રીતે સંપન્ન કરવા માટે શહેરને 18 સેક્ટરમાં વહેંચીને 2400 પોલિસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. રાજ્યમાં પહેલી વાર આટલા મોટાપાયે કોઈ કાર્યક્રમનુ આયોજન થઈ રહ્યુ છે તો એવામાં પોલિસ માટે વાહન વ્યવહરાને નિયંત્રિત કરવાનુ પણ પડકાર હશે. સુરક્ષા માટે દરેક પ્રકારની વ્યવસ્થા કરવામાં આવે છે. સુરક્ષા વિશે જણાવતા એસપી કાંગડા વિમુક્ત રંજને કહ્યુ કે પહેલી વાર રાજ્યમાં કોઈ આટલો મોટો કાર્યક્રમ થઈ રહ્યો છે. એ વાતને ધ્યાનમાં રાખે સુરક્ષા વ્યવસ્થાનુ પૂરુ ધ્યાન રાખવામાં આવ્યુ છે.
તેના એક દિવસ પહેલા જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને કહ્યુ હતુ, કાલે હું રાઈઝિંગ હિમાચલ ઈન્વેસ્ટર મીટમાં શામેલ થવાનો છુ. સંમેલન ધર્મશાલામાં આયોજિત કરવામાં આવી રહ્યુ છે. જે રોકાણકારોને હિમાચલ પ્રદેશમાં રોકાણ કરવા માટે સારુ સ્થાન છે. છેલ્લા બે વર્ષોમાં હિમાચલનો વિકાસ ઉલ્લેખનીય છે. લોકો અને રાજ્ય સરકારને અભિનંદન.

આ પણ વાંચોઃ ભાજપ નેતા રાજ્યપાલ સાથે મુલાકાત કરીને રજૂ કરશે સરકાર બનાવવાનો દાવોઆ પણ વાંચોઃ ભાજપ નેતા રાજ્યપાલ સાથે મુલાકાત કરીને રજૂ કરશે સરકાર બનાવવાનો દાવો

English summary
PM modi will inaugurate rising himachal meet today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X