For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PM મોદી આજથી 3 દિવસ 3 યુરોપીય દેશોના પ્રવાસે, કરશે 25 બેઠકો, જાણો આખુ શિડ્યુલ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ વર્ષના પહેલા વિદેશ પ્રવાસ માટે આજે સોમવારે(02 મે) રવાના થઈ ગયા છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ વર્ષના પહેલા વિદેશ પ્રવાસ માટે આજે સોમવારે(02 મે) રવાના થઈ ગયા છે. પીએમ મોદી 2 મેથી 4 મે સુધી પોતાના આ પ્રવારમાં ત્રણ યુરોપીય દેશો જર્મની, ડેનમાર્ક અને ફ્રાંસ જશે. આજે તેઓ બર્લિન પહોંચશે અને સૌથી પહેલા જર્મન ચાંસેલર ઓલાફ સ્લોલ્ઝ સાથે મુલાકાત કરીને બર્લિનમાં ભારતીય સમુદાયને સંબોધિત કરશે.

pm modi

ત્યારબાદ 3 મેએ ઈંડો-નૉર્ડિક સંમેલનમાં ભાગ લેશે. પછી ડેનમાર્કની રાજધાની કોપેનહેગનમાં પણ ભારતીયોને સંબોધિત કરશે. સૌથી છેલ્લે પીએમ મોદી પેરિસમાં ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેનુઅલ મેક્રોં સાથે મુલાકાત કરશે. આ દરમિયાન યુક્રેનને લઈને ચર્ચા થઈ શકે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રણ દેશોની યાત્રા પર નીકળતા પહેલા કહ્યુ કે મારો યુરોપ પ્રવાસ એવા સમયમાં થઈ રહ્યો છે જ્યારે યુરોપ ઘણા પડકારોનો સામનો કરી રહ્યુ છે. પ્રવાસ પહલા પીએમ મોદીએ કહ્યુ, 'હું પોતાના યુરોપીય ભાગીદારો સાથે સહયોગની ભાવનાને મજબૂત કરવાનો ઈરાદો રાખુ છુ, જે ભારતની શાંતિ અને સમૃદ્ધિમાં મહત્વપૂર્ણ સાથી છે.'

પીએમઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હવાલાથી કહ્યુ કે, '2021માં ભારત-જર્મની ડિપ્લોમેટિક રિલેશનને 70 વર્ષ પૂરા થઈ ગયા છે. સાથે જ આપણે વર્ષ 2000થી સ્ટ્રેટેજિક પાર્ટનર પણ છીએ. હું ચાંસેલર સ્કોલ્સઝ સાથે રણનીતિક, ક્ષેત્રીય અને વૈશ્વિક વિકાસ પર ચર્ચા કરીશ. જર્મન ચાંસેલર અને હું આપણા ઉદ્યોગ સહયોગ માટે એક બિઝનેસ રાઉન્ડટેબલ મીટિંગને પણ સંબોધિત કરીશુ.' તમને જણાવી દઈએ કે યુરોપ મહાદ્વીપ મૂળના 10 લાખથી વધુ લોકોનુ ઘર છે. તેમની એક મોટી સંખ્યા જર્મનીમાં રહે છે માટે પીએમ મોદી અહીં ભારતીય મૂળના લોકોને સંબોધિત કરશે.

પ્રધાનમંત્રી મોદીના યુરોપ પ્રવાસનુ આખુ શિડ્યુલ

  • 2 મેના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સૌથી પહેલા રાજધાની બર્લિન પહોંચશે. અહીં તે જર્મન ચાંસેલર ઓલાફ સ્કોલ્ઝ સાથે છઠ્ઠા ભારત-જર્મની ઈંટર-ગવર્મેન્ટલ કન્સલટેશન(IGC)માં શામેલ થશે.
  • જર્મનીમાં પીએમ મોદી અને જર્મન ચાંસેલર ભારત અને જર્મનીના ટૉપ CEOs સાથે મુલાકાત કરશે. ત્યારબાદ પીએમ મોદી જર્મનીમાં પ્રવાસી ભારતીયોને સંબોધિત કરશે.
  • ભારત-જર્મની ઈંટર ગવર્મેન્ટલ કન્સલટેશનમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ અને વિદેશ મંત્રી એસ જયશંકર પણ શામેલ થશે.
  • બર્લિનથી પીએમ મોદી ત્રણ મેના રોજ ડેનમાર્કની રાજધાની કોપેનહેગન પહોંચશે. પીએમ મોદીનો આ પહેલા ડેનમાર્ક પ્રવાસ હશે. અહીં પ્રધાનમંત્રી મોદી ડેનાર્કના પ્રધાનમંત્રી મેટે ફ્રેડરિકસે સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે.
  • પ્રધાનમંત્રી મોદી અહીં બીજા ભારત-નૉર્ડિક શિખલ સંમેલનમાં ભાગ લેશે. અહીં તે અન્ય નૉર્ડિક દેશોના પ્રધાનમંત્રી જેમ કે આઈસલેન્ડના કેટરીન જેકબ્સડૉટિર, નૉર્વેના જોનાસ ગહર સ્ટોર, સ્વીડનના મેગ્ડેલેના એંડરસન અને ફિનલેન્ડના સના મારિન સાથે વાતચીત કરશે.
  • ડેનમાર્કના 24 કલાકના પ્રવાસ દરમિયાન પીએમ મોદી ભારત-ડેનમાર્ક વેપાર ગોળમેજી સંમેલનમાં ભાગ લેશે અને સાથે જ ડેનમાર્કમાં ભારતીય સમુદાય સાથે પણ વાત કરશે.
  • પ્રધાનમંત્રી મોદીનો પ્રવાસ ફ્રાંસની રાજધાની પેરિસમાં ખતમ થશે. અહીં પીએમ મોદી ફ્રાંસની સત્તા પર ફરીથી વાપસી કરનાર રાષ્ટ્રપતિ ઈમેનુઅલ મેક્રોં સાથે મુલાકાત કરશે.

English summary
PM Narendra Modi 3 days europe visit starts today, 25 meetings in 65 hours, Know the whole schedule
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X