'દેશમાં કંઇ બદલાઇ ન શકે'ની વિચારધારા બદલાઇ છે: PM મોદી

Written By:
Subscribe to Oneindia News

ભારતના વિકાસની કથા એ સમયે બદલાઇ જશે જ્યારે પૂર્વોત્તરમાં રહેતા લોકોનો વિકાસ એક સંતુલિત સ્તરે થશે. આ વાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એડવાન્ટેજ આસામ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2018 ગુવાહાટીમાં કહી હતી. પીએમ મોદીએ હાલમાં જ સરકાર તરફથી આયુષ્માન ભારત યોજનાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, સરકારે બજેટમાં આયુષ્માન ભારત યોજનાની જાહેરાત કરી છે. આ એક રીતે વિશ્વની સૌથી મોટી યોજના છે. ક્યારે ગરીબીનો સામનો કર્યો હોય એવા વ્યક્તિને એ વાત હંમેશા અનુભવાય છે કે, ગરીબોની સૌથી મોટી ચિંતા રોગોનો ઇલાજ છે. આ યોજના હેઠળ દરેક ગરીબ પરિવારને ચિહ્નિત હોસ્પિટલમાં વર્ષમાં 5 લાખ રૂપિયા સુધીની મફત સારવારની સુવિધા આપવામાં આવશે. આ યોજનાથી દેશના લગભગ 45થી 50 કરોડ લોકોને ફાયદો થશે.

સૂક્ષ્મ-લઘુ ઉદ્યોગોને પ્રાથમિકતા

સૂક્ષ્મ-લઘુ ઉદ્યોગોને પ્રાથમિકતા

પીએમ મોદીએ આગળ કહ્યું કે, ભારતના સૂક્ષ્મ અને લઘુ ઉદ્યોગો અમારી પ્રાથમિકતા છે. આ વર્ષના બજેટમાં અમે એમએસએમઇને મોટી રાહત આપતાં 250 કરોડ રૂપિયાનું ટર્નઓવરવાળી કંપનીઓને 25 ટકા કરી છૂટની જાહેરાત કરવામાં આવી છે. સરકારની યોજનાઓ ગરીબોને સશક્ત કરી રહી છે. તેમને સૌથી વધુ નુકસાન ભ્રષ્ટાચાર અને કાળા નાણાંથી થાય છે. આ વર્ષના બજેટમાં સરકારે મુદ્રા યોજના દ્વારા લોકોને સ્વરોજગાર માટે 3 લાખ કરોડ રૂપિયા ઉધાર આપવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ સિવાય સ્ટેન્ડ એપ ઇન્ડિયા, સ્ટાર્ટ અપ ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા મિશનના માધ્યમથી યુવાઓને સશક્ત કરવાનું કામ સરકાર કરી રહી છે.

લગભગ 1 કરોડ ઘર બનાવ્યા

લગભગ 1 કરોડ ઘર બનાવ્યા

તેમણે આગળ કહ્યું કે, પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ છેલ્લા ત્રણ વર્ષમાં સરકારે લગભગ એક કરોડ ઘર બનાવ્યા છે. અમે બજેટમાં ઘોષણા કરી છે કે, આ વર્ષ સાથે આગામી વર્ષે પણ 51 લાખ નવા ઘર બનાવવામાં આવશે. સરકારે અફોર્ડેબલ હાઉસિંગના ક્ષેત્રમાં પણ એવા-એવા નીતિગત નિર્ણય લીધા છે, સુધારા કર્યા છે, જે દેશના દરેક ગરીબને ઘર આપવાનું સરકારનું લક્ષ્ય પૂર્ણ કરવામાં મદદ કરશે. છેલ્લા સાડા ત્રણ વર્ષમાં કેન્દ્ર સરકાર તરફથી અને છેલ્લા દોઢ વર્ષમાં આસામ સરકાર તરફથી કરવામાં આવેલ પ્રયત્નોના પરિણામ દેખાવા લાગ્યા છે. આજે જેટલા વ્યાપક સ્તરે આ આયોજન થઇ રહ્યું છે, એ થોડા વર્ષો પહેલાં કોઇની કલ્પનામાં પણ નહોતું.

'દેશમાં કંઇ નહીં બદલાય'ની વિચારધારામાં પરિવર્તન

'દેશમાં કંઇ નહીં બદલાય'ની વિચારધારામાં પરિવર્તન

પીએમ મોદીએ કહ્યું કે, 'દેશમાં કોઇ પરિવર્તન નહીં આવે'ની વિચારસરણી બદલાઇ ગઇ છે. લોકો હવે હતાશ નહીં ઉત્સાહી અને આશાવાદી બન્યા છે. આજે જો દેશમાં બમણી ઝડપે રસ્તાઓના નિર્માણ થઇ રહ્યું છે, બમણી ઝડપે રેલ લાઇન બની રહી છે, લગભગ બમણી ઝડપે રેલ લાઇનનું વીજળીકરણ થઇ રહ્યું છે. આસિયાન દેશ હોય, બાંગ્લાદેશ-ભૂટાન-નેપાળ હોય, આપણે સૌ એક રીતે કૃષિ પ્રધાન દેશો છીએ. ખેડૂતોની ઉન્નતિ, આ ક્ષેત્રના વિકાસને નવી ઊંચાઇએ પહોંચાડી શકે છે. આથી અમારી સરકાર દેશના ખેડૂતોની આવકને બમણી કરવાના લક્ષ્ય પર કામ કરી રહી છે.

National Bamboo Mission

National Bamboo Mission

તેમણે આગળ કહ્યું કે, કેટલાક અઠવાડિયા પહેલા અમે બીજો એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે અમે આજે હું ઉત્તર-પૂર્વમાં છું તો આ નિર્ણય અંગે વાત કરવા માંગુ છું. સાથીઓ, વૈજ્ઞાનિક તરીકે વાંસ ઘાસની શ્રેણીમાં આવે છે. પરંતુ લગભગ 90 વર્ષ પહેલા કાયદો બનાવવાવાળાઓએ વાંસને વૃક્ષની શ્રેણીમાં મુક્યું હતું. આનું પરિણામ એ આવ્યું કે, વાંસ જ્યાં પણ ઉગે, તેને કાપવા માટે, ટ્રાન્સપોર્ટ કરવા માટે પરમિટની જરૂર પડતી હતી. આખા દેશમાં જો કોઇ ક્ષેત્રના લોકોને સૌથી વધુ નુકસાન આ કાયદાથી થયું હોય તો તે ઉત્તર-પૂર્વના લોકોને થયું છે. હવે અમે લગભગ 1300 કરોડની કિંમતે નેશનલ બામ્બૂ મિશનને રિસ્ટ્રક્ચર કરી રહ્યાં છીએ.

English summary
PM Narendra Modi addressed Advantage Assam Summit.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.