For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પીએમ મોદીનું સંબોધન, 'UNમાં ભારતની નિર્ણાયક ભૂમિકા ક્યારે?'

સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પીએમ મોદીનું સંબોધન, 'UNમાં ભારતની નિર્ણાયક ભૂમિકા ક્યારે?'

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 75મા સત્રને સંબોધિત કર્યું. વીડિયો કોન્ફ્રેન્સિંગ દ્વારા થઈ રહેલ સંબોધનમાં પીએમ મોદીએ સંયુક્ત રાષ્ટ્રના તમામ સભ્ય દેશોનો આભાર વ્યક્ત કર્યો. અને સાથે જ સંયુક્ત રાષ્ટ્રમાં ભારતની નિર્ણાયક ભૂમિકાને લઈને પણ સવાલ ઉઠાવ્યો. શાંતિ સ્થાપના માટે ભારતે કરેલા પ્રયાસો વિશે પણ પીએમ મોદીએ વાત કરી.

pm modi

વધુમાં પીએમ નરેન્દ્ર મોદીએ શું કહ્યું અહીં મુદ્દાવાર જાણો

  • પાછલા 75 વર્ષમાં સંયુક્ત રાષ્ટ્રની અનેક ઉપલબ્ધિઓ જોવા મળે પણ તેની સાથે જ અનેક એવાં ઉદાહરણ છે જે સંયુક્ત રાષ્ટ્ર સામે ગંભિર આત્મ મંથનની આવશ્યકતા ઉભી કરે છે
  • ત્રીજું વિશ્વયુદ્ધ ના થયું એ વાત તો સાચી છે પરંતુ એ વાત ના નકારી શકાય કે અનેક યુદ્ધ થયાં, અનેક ગૃહયુદ્ધ થયાં, કેટલીય આતંકી પ્રવૃત્તિઓએ દુનિયાને ધ્રુજાવી મૂકી, ખુનની નદીઓ વહી ગઈ, આ યુદ્ધોમાં જે મૃત્યુ પામ્યા તે આપણા તમારી જેમ માણસો જ હતા
  • કેટલાય લોકોએ પોતાના જીવનભરની પૂંજી ગુમાવવી પડી, પોતાના સપનાનું ઘર છોડવું પડ્યું, એ સમયે અને આજે પણ સંયુક્ત રાષ્ટ્રના પ્રયાસ શું પર્યાપ્ત હતા?
  • આ વૈશ્વિક મહામારીમાંથી નીકળવાના પ્રયાસોમાં સંયુક્ત રાષ્ટ્ર ક્યાં છે? એક પ્રભાવશાળી રિસ્પોન્સ ક્યાં છે? સંયુક્ત રાષ્ટ્રની વ્યવસ્થામાં, સ્વરૂપમાં બદલાવ આજના સમયની માંગ છે
  • અધ્યક્ષ મહોદય ભારતના 130 કરોડથી વધુ લોકોનો આ સંયુક્ત રાષ્ટ્ર પર જે વિશ્વાસ છે તે અન્ય દેશમાંથી તમને બહુ ઓછો જોવા મળશે
  • આજે ભારતના લોકો ચિંતિત છે કે શું આ પ્રોસેસ ક્યારેય એક લોજીકલ એન્ડ સુધી પહોંચી શકશે? આખરે ક્યાં સુધી ભારતે સંયુક્ત રાષ્ટ્રના ડિસિઝન મેકિંગ સ્ટ્રક્ચરથી અલગ રાખવામાં આવશે? એક એવો દેશ જે દુનિયાનું સૌથી મોટું લોકતંત્ર છે, જ્યાં વિશ્વની 18 ટકાથી વધુ પ્રજાતિ રહે છે, સેંકડો બોલીઓ છે
  • અધ્યક્ષ મહોદય જ્યારે અમે મજબૂત હતા ત્યારે ક્યારેય દુનિયાને સતાવ્યા નથી અને જ્યારે અમે મજબૂર હતા ત્યારે દુનિયા પર ક્યારેય બોજ નથી બન્યા
  • ભારતે આખરે ક્યાં સુધી ઈંતેજાર કરવો પડશે? અધ્યક્ષ મહોદય સંયુક્ત રાષ્ટ્ર જે આદર્શો સાથે સ્થાપિત થયો હતો અને ભારતની મૂળ દાર્શનિક સોચ બહુ મળતી આવે છે, અલગ નથી. સંયુક્ત રાષ્ટ્રના આ હોલમાં જ આ શબ્દ અનેકવાર ગુંજ્યો છે, વસુદૈવ કુટુંબકમ, અમે આખા વિશ્વને એક પરિવાર માનીએ છીએ, આ અમારી સંસ્કૃતિ, સંસ્કાર અને સોચનો ભાગ છે
  • ભારત એ દેશ છે જેણે શાંતિની સ્થાપનામાં સૌથી વધુ પોતાના વીર સૈનિકોને ગુમાવ્યા છે, આજે પ્રત્યેક ભારતવાસી સંયુક્ત રાષ્ટ્રમાં પોતાના યોગદાનને જોતાં સંયુક્ત રાષ્ટ્રમાં પોતાની વ્યાપક ભૂમિકા પણ જોઈ રહ્યો છે
  • ભારત જ્યારે કોઈ સાથે દોસ્તીનો હાથ વધારે છે તો કોઈ ત્રીજાની વિરુદ્ધ નથી હોતી, ભારત જ્યારે વિકાસની ભાગીદારી મજબૂત કરે છે તો તેની પાછળ કોઈ સાથી દેશને મજબૂર કરવાની સોચ નથી હોતી
  • મહામારીના આ સમયમાં ભારતની ફાર્મા ઈન્ડસ્ટ્રીએ 150થી વધુ દેશોમાં જરૂરી દવા પહોંચાડી છે. આજે હું વૈશ્વિક સમુદાયને વધુ એક આશ્વાસન આપવા માંગું છું કે, ભારતની વેક્સીન પ્રોડક્શન અને વેક્સીન ડિલિવરી ક્ષમતા સમગ્ર માનવતાને આ સંકટથી બહાર કાઢવા માટે કામ આવશે
  • આગલા વર્ષે જાન્યુઆરીથી ભારત સુરક્ષા પરિષદના અસ્થાયી સભ્ય તરીકે પણ પોતાનું દાયિત્વ નિભાવશે, દુનિયાના અન્ય દેશોએ ભારત પર જે વિશ્વાસ જતાવ્યો તેના માટે બધા સાથી દેશોનો આભાર વ્યક્ત કરું છું
  • ગત કેટલાક વર્ષોમાં રિફોર્મ, પરફોર્મ, ટ્રાન્સફોર્મ મંત્ર સાથે ભારતે કરોડો ભારતીયોના જીવનમાં મોટા બદલાવ લાવવાનું કામ કર્યું, આ અનુભવ વિશ્વના કેટલાય દેશો માટે એટલો જ ઉપયોગી છે જેટલો અમારા માટે
  • માત્ર 4-5 વર્ષમાં 400 મીલિયનથી વધુ લોકોને બેંકિંગ સિસ્ટમથી જોડવા આસાન નહોતા પણ ભારતે આ કરી બતાવ્યું
  • માત્ર 2-3 વર્ષમાં 500 મીલિયન લોકોને મફત ઈલાજની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવું આસાન નહોતું પણ ભારતે કરી બતાવ્યું, આજે ભારત પોતાના કરોડો નાગરિકોને ડિજિટલ એક્સેસ આપી એમ્પાવરમેન્ટ અને ટ્રાન્સપરન્સી સુનિશ્ચિત કરી રહ્યું છે
  • આજે ભારત વર્ષ 2025 સુધી પોતાના દરેક નાગરિકને ટીબીથી મુક્ત કરવા માટે બહુ મોટું અભિયાન ચલાવી રહ્યું છે
English summary
PM narendra modi addressed UN general assembly, key points in gujarati
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X