મહોબામાં પીએમ મોદી બોલ્યા – સપા, બસપાના ચક્કરમાંથી બહાર નીકળો

Written By:
Subscribe to Oneindia News

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પરિવર્તન રેલી અંતર્ગત ઉત્તરપ્રદેશના મહોબામાં પહોંચ્યા. જ્યાં તેમણે બુંદેલખંડના લોકોને સંબોધીને કહ્યું કે બુંદેલખંડના લોકો માટીમાંથી સોનુ પેદા કરી શકે છે. બસ, તેમને પાણીની જરુર છે. આ દરમિયાન સપા-બસપા પર પણ તેમણે નિશાન સાધ્યુ હતુ.

mahoba 1

'ઉત્તરપ્રદેશને ઉત્તમ પ્રદેશ બનાવવો હોય તો ભાજપને તક આપો'

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ કે સપા-બસપા મળીને ઉત્તરપ્રદેશને લૂંટવામાં લાગેલા છે. પરંતુ મારા પક્ષને પ્રદેશ બનાવવાની ચિંતા છે. પીએમ મોદીએ કહ્યું કે 10 વર્ષમાં ઉત્તરપ્રદેશને ઉત્તમ પ્રદેશ બનાવવો હોય તો સપા-બસપાનો સાથ છોડવો પડશે. ભાજપને તક આપવી પડશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું કહેવુ છે કે એક પક્ષને માત્ર પરિવારની ચિંતા છે તો બીજા પક્ષને સત્તામાં આવવાની ચિંતા છે. પરંતુ ભાજપને યુપીની ચિંતા છે. પીએમ મોદીએ સમાજવાદી પક્ષના પારિવારિક ઝઘડા અંગે કહ્યુ કે અમુક લોકોને પરિવાર બચાવવાની ચિંતા છે. તેમણે કહ્યું કે ઉત્તરપ્રદેશની ધરતી અમારી મા છે અને અમે તેને લૂંટાતી નથી જોઇ શકતા.

mahoba 2

સપા-બસપા પર સાધ્યુ નિશાન કહ્યું, 'બંને લૂંટવામાં લાગેલા છે'

સપા-બસપા પર નિશાન સાધતા નરેન્દ્ર મોદીએ કહ્યું કે બંને પક્ષ એકબીજાને બચાવે છે. બંને પક્ષ લૂંટવામાં લાગેલા છે. સપા-બસપાથી કંટાળીને જનતાએ કેન્દ્રમાં ભાજપને બહુમત આપ્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે બુંદેલખંડનો અમુક ભાગ યુપીમાં છે તો અમુક ભાગ મધ્યપ્રદેશમાં છે. તેમણે કહ્યું કે બંને રાજ્યોમાં બુંદેલખંડના ક્ષેત્રનો વિકામ કરવા માટે પૈસા મોકલવામાં આવે છે. પરંતુ મધ્યપ્રદેશમાં આ પૈસા યોજનાઓમાં ખર્ચ કરાય છે પરંતુ યુપીમાં યોજનાઓ શરુ તો થાય છે પરંતુ પૂરી થતી જ નથી. પીએમ મોદીએ કહ્યું કે મધ્યપ્રદેશમાં સ્થિત બુંદેલખંડ ક્ષેત્રમાં શિવરાજ સરકારે ઘણી યોજનાઓ શરુ કરી. જેને પૂરી પણ કરી. આવુ એટલા માટે થયુ કારણકે ત્યાં ભાજપની સરકાર છે. ત્યાં ખેડૂતો માટે સતત કામો કરવામાં આવે છે.

mahoba 3

બુંદેલખંડમાં સિંચાઇ વ્યવસ્થાની ખરાબ હાલત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ઉત્તરપ્રદેશમાં જેટલી યોજનાઓ શરુ થઇ તેમાંથી કોઇ પૂરી નથી થઇ. અહીં અમુક નિર્માણ, જળ સંગ્રહની બીજી યોજનાઓ બનાવાઇ તો ખરી પરંતુ તેની હાલત ખૂબ જ ગંભીર છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મહોબામાં સિંચાઇ પરિયોજનાની શરુઆત કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે અમે અટલજીની નદીઓને જોડવાની યોજના પર કામ કરી રહ્યા છે. જો નદીઓને જોડી દેવામાં આવે તો પૂર અને દુષ્કાળની સમસ્યામાંથી બચી શકાય છે. પીએમ મોદીએ જણાવ્યું કે જો યુપીના બુંદેલખંડના ખેડૂતોને પાણી મળી જાય તો અહીં ખેડૂતો પણ વિકાસ કરી શકે છે. આ ક્ષેત્ર સોનુ પેદા કરવા માટે સક્ષમ છે.

English summary
PM Narendra Modi addresses public rally in Mahoba in UP.
Please Wait while comments are loading...