For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જયાપુરને મેં નહી, જયાપુરે મને દત્તક લીધો છે

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

વારાણસી, 7 નવેમ્બર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસી જયાપુર ગામને દત્તક લેવા પહોંચી ગયા છે. આ અવસર પર વડાપ્રધાને કહ્યું કે હું જયાપુર ગામને એટલા માટે દત્તક લીધું કારણ કે આ ગામમાં થોડા સમય પહેલાં આગ લાગવાથી પાંચ લોકોના મોત નિપજ્યાં હતા. તેમણે કહ્યું કે બનારસમાં પહેલા ગામને જે નામ તેમણે સાંભળ્યું તે જયાપુર હતું એટલા માટે તેમણે આ ગામને પસંદ કર્યું છે. તેમણે કહ્યું કે જયાપુર સંકટમાં હતું અને પ્રથમ ગામ આ જ હતું જેના વિશે મેં સાંભળ્યું હતું.

narendra-modi7

વડાપ્રધાને કહ્યું કે સમાચારોમાં જે પણ દંતકથાઓ છપાઇ રહી હતી મારા આ ગામને દત્તક લેવાના વિષયમાં તે બધી કથાઓ વિશે હું જાણતો નથી. આ અવસર પર તેમના સંબોધનના મુખ્ય અંશ:-

- તમે લોકો મને સાંસદના રૂપમાં દત્તક લઇ લો.
- મને આ ગામને નવી ઉંચાઇઓ પર લઇ જવામાં મદદ કરો.
- ગામમાંથી જે શિખામણ મળે છે તે ક્યાંય બીજેથી મળતી નથી.
- મારે એવો માહોલ બનાવવો છે કે જયાપુરના લોકો ખુદ જ ગામને સાફ કરવાનો સંકલ્પ લીધો અને લોકોને ગામ ગંદુ કરવા નહી દે.
- લોકોને વૃક્ષો પ્રત્યે લગાવ વધારવા માટે પ્રયત્ન કરવો કરવો.
- ગામનો જન્મદિવસ ઉજવવાથી ગામ પોતે સાફ રહેશે અને વિકાસ કરશે.
- હું મોટી વાતો કરવા માટે પેદા થયો નથી, નાની-નાની વાતો કરીશ જે લોકોના કલ્યાણ સાથે જોડાયેલી હશે.
- પરિવારમાં પુત્રીના જન્મને ઉત્સવના રૂપમાં ઉજવવો જોઇએ.
- પુત્રીના જન્મ પર પાંચ વૃક્ષો ઉગાડવા જોઇએ.
- પુત્રીઆ લગ્ન વખતે આ ઝાડ તમારી મદદ કરશે.
- ગામનો સુધારો સરકારી ખજાનામાંથી જનતાની શક્તિથી કરવો છે.
- ગામના દરેક ઘરની પુત્રીને ભણાવવી જોઇએ.
- પોલિયોના ટીપાં પીવડાવવાની જવાબદારી સરકારે નહી યુવાનોએ ઉપાડવી જોઇએ.
- ગામના લોકોને સાંસદોએ દત્તક લેવું પડશે, તેનાથી આદર્શ ગ્રામનો વિકાસ થશે.
- વરસાદના દરેક ટીપાને બચાવવું જોઇએ, ગામને ક્યારેય પણ પાણીની સમસ્યા નડશે નહી.

આ પહેલાં વણકરોને સંબોધિત કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે વણકરો સમાજના તાણાવાણાને ગુંથે છે. આ અવસર પર તેમણે કહ્યું કે ટેક્સટાઇલ ઇંડસ્ટ્રી સૌથી વધુ રોજગાર આપનાર ક્ષેત્ર છે.

વડાપ્રધાને બનારસમાં ટ્રેડ ફેસિલિટેશન સેંટરની આધારશિલા રાખી અને પાવરલૂમ સર્વિસ સેંટરનું ઉદઘાટન કર્યું. વડાપ્રધાને કહ્યું કે જો આ સેંટરની જમીનની કિંમતને એડ કરીએ તો બનારસને પ્રોજેક્ટ 500 કરોડ રૂપિયાનો મળ્યો છે.

વડાપ્રધાને કહ્યું કે 2375 કરોડ રૂપિયાનું પેકેજ બંધ થઇ રહેલી બેંકોને આપ્યું છે. તેમણે બેંકોના પુનર્સ્થાન માટે રાજ્ય સરકારનો સહયોગ માંગ્યો છે. વડાપ્રધાને કહ્યું કે તે વણકરો માટે ઘણી યોજનાઓ શરૂ કરવા માંગે છે. તેમણે કહ્યું કે હું આ યોજનાઓની જાહેરાત કરવાના બદલે તેમને શરૂ કર્યા બાદ તમને લોકોને તેનાથી માહિતગાર કરતો રહીશ.

વડાપ્રધાને કહ્યું કે ટેક્સટાઇલ ઇંડસ્ટ્રીને ખૂબ ઓછા ખર્ચામાં શરૂ કરી શકાય છે. તેમણે કહ્યું કે આપણે દુનિયાનો મુકાબલો કરવા માટે આ ક્ષેત્રમાં રિસર્ચની સાથે ટેક્નોલોજીને વધારવાની જરૂરિયાત છે. વડાપ્રધાને બનારસી સાડીની જોરદાર પ્રશંસા કરતાં કહ્યું કે દેશમાં એવી કોઇ મહિલા નહી હોય જેણે બનારસી સાડી વિશે સાંભળ્યું ન હોય.

તેમણે કહ્યું કે આગામી એક વર્ષમાં 20 કરોડ લગ્ન છે એવામાં તમે તમારા બિઝનેસનું ભવિષ્ય જોઇ શકો છો. તેમણે કહ્યું કે આજે બનારસને 150 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ મળી રહ્યો છે. પીએમે કહ્યું કે દુનિયા માટે બનારસ નવો શબ્દ નથી.

આ પહેલાં વડાપ્રધાનનું ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવે સ્વાગત કર્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય યાત્રામાં 25 કલાક વારાણસીમાં વિતાવશે. સૂત્રોના અનુસાર આ દરમિયાન તે અસ્સી ઘાટથી સ્વચ્છ કાશી અભિયાનની શરૂઆત કરશે.

English summary
PM Modi adopts Village in Varanasi, lays foundation stone of Trade Facilitation Centre.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X