અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે ટ્રસ્ટનુ એલાન, પીએમ મોદીએ કરી ઘોષણા
પીએમ નરેન્દ્ર મોદીએ લોકસભામાં પોતાના સંબોધન દરમિયાન અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે ટ્રસ્ટના નામનુ એલાન કર્યુ.
મોદી કેબિનેટમાં આજે રામ મંદિર ટ્રસ્ટની રચનાને મંજૂરી મળી ગઈ. પીએમ નરેન્દ્ર મોદીએ લોકસભામાં પોતાના સંબોધન દરમિયાન અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે ટ્રસ્ટના નામનુ એલાન કર્યુ. પીએમ મોદીએ કહ્યુ કે 'શ્રીરામ જન્મભૂમિ તીર્થ સ્થળ' નામથી આ ટ્રસ્ટ હશે. તેમણે જણાવ્યુ કે કેબિનેટની બેઠકમાં સરકારે આ નિર્ણય લીધો છે. તમને જણાવી દઈએ કે ટ્રસ્ટની રચના માટે સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલી ડેડલાઈન ખતમ થવાને માત્ર ચાર દિવસ જ બાકી હતા.

મારુ સૌભાગ્ય
લોકસભામાં પીએમ મોદીએ કહ્યુ કે આ વિષય શ્રીરામ જન્મભૂમિ સાથે જોડાયેલો છે. આ વિષય અયોધ્યામાં ભગવાન શ્રીરામના ભવ્ય મંદિર સાથે જોડાયેલો છે. કરોડો દેશવાસીઓની જેમ મારા હ્રદયની પણ નજીક છે આ વિષય વાત કરવી હું મારુ સૌભાગ્ય સમજુ છુ. પીએમ મોદીએ કહ્યુ કે સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર એક સ્વાયત્ત ટ્રસ્ટ ‘શ્રીરામ જન્મભૂમિ તીર્થ સ્થળ'ની રચના કરવાનો પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો છે.
|
નિર્ણય લેવા માટે પૂર્ણ રીતે સ્વતંત્ર
પીએમ મોદીએ કહ્યુ કે સરકારે અયોધ્યામાં ભગવાન શ્રીરામના ભવ્ય મંદિરના નિર્માણ માટે અને આની સાથે સંબંધિત વિષયો માટે એક બૃહદ યોજના તૈયાર કરી છે. આ ટ્રસ્ટ અયોધ્યામાં ભગવાન શ્રીરામના જન્મસ્થળ પર ભવ્ય અને દિવ્ય શ્રીરામ મંદિરના નિર્મા અને તેની સાથે જોડાયેલા વિષયો પર નિર્ણય લેવા માટે પૂર્ણ રીતે સ્વતંત્ર હશે. પીએમ મોદીએ કહ્યુ કે 67.3 એકર જમીન શ્રીરામ જન્મભૂમિ તીર્થ સ્થળને આપવામાં આવશે. જ્યારે સુપ્રીમ કોર્ટના ચુકાદા અનુસાર સુન્ની વકફ બોર્ડને 5 એકર જમીન આપવામાં આવશે.
ઐતિહાસિક ચુકાદો
તમને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટે અયોધ્યા રામ જન્મભૂમી પર ઐતિહાસિક ચુકાદો સંભળાવીને વિવાદિત જમીનને રામલલ્લાને સોંપવાનો આદેશ આપ્યો હતો. સાથે જ કોર્ટે પક્ષને મસ્જિદ બનાવવા માટે અયોધ્યામાં જ બીજી જગ્યાએ 5 એકર જમીન આપવા માટે કેન્દ્ર સરકારને નિર્દેશ આપ્યા હતા.












Click it and Unblock the Notifications
