ડિજીધન મેલામાં PM મોદીએ લોન્ચ કર્યું ભીમ એપ, જાણો તેની ખૂબી

Posted By:
Subscribe to Oneindia News

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં આયોજીત ડિજીધન મેલામાં હાજીરી આપી હતી. જ્યાં તેમણે ભીમ (BHIM) એપ લોન્ચ કર્યું હતું. આ એપ દ્વારા ખાદી ગ્રામઉદ્યોગના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી શકાશે. ડિજીટલ પેમેન્ટ માટે આ એપને લોન્ચ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બતાવ્યું કે ડૉ. ભીમરાવ આંબેડકરના નામ પરથી આ એપનું નામ ભીમ રાખવામાં આવ્યું છે. નોંધનીય છે કે આ એપ કોઇ પણ પ્રકારના  ઇન્ટરનેટ વગર પણ કામ કરી શકવા સક્ષમ છે. પીએમ મોદીએ કહ્યું કે ડિજીટલ પેમેન્ટ માટે ઇન્ટરનેટ વ્યવસ્થા જરૂરી નથી. આ એપ નેટ વગર પણ ચાલી શકશે.

modi

ભીમ એપ વિષે વધુ જણાવતા મોદીએ કહ્યું કે ડૉ. આંબેડકરનો મંત્ર હતો કે ગરીબોને શક્તિશાળી બનાવવામાં આવે. જે માટે જ અમે આ એપ બનાવ્યું છે. જેથી તમામ વેપાર ભીમ એપ દ્વારા ચાલુ રહી શકે. આ એપ દ્વારા હવે તમારો અંગૂઠો જ તમારી ઓળખ બનશે. અંગૂઠાથી જ બેંક અને વેપાર તમે કરી શકશો તેવું પીએમ મોદીએ જણાવ્યું હતું. મોદી કહ્યું કે ટેકનોલોજી મોટી તાકાત છે અને તે ગરીબોને શક્તિશાળી બનાવી શકે છે. વધુમાં મોદી કહ્યું કે આશાવાદી વ્યક્તિને માટે અનેક પર્યાપ્ત અવસર છે પણ નિરાશાવાદી લોકો માટે કોઇ દવા નથી.

modi

વિરોધી પર પ્રહાર

વધુમાં પીએમ મોદીએ વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે પહેલા છાપા ખોલતા તો જાણવા મળ્યું આજે આટલા કરોડ રૂપિયાનું નુક્શાન થયું. આજે લોકો જાણવા માંગે છે આખરે કેટલા રૂપિયા આવી રહ્યા છે. કેટલાનો ફાયદો થયો છે. વધુમાં નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે ડિજીધન વેપાર યોજનાનો લકી ડ્રો પણ નીકાળ્યો. તેમણે જણાવ્યું કે જે લોકો આ લકી ડ્રોમાં વિજેતા થયા છે તેમને પોતાના નામ જાણવા માટે digidhan.mygov.inની સહાય લઇ શકે છે.

આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક નવું ભારત બનાવી રહ્યા છે. તેમણે કહ્યું કે આમ કરવાથી દેશની ડિજીટલ પેમેન્ટમાં તેજીથી વધારો થશે. વળી તેમણે જણાવ્યું કે હાલ થોડા સમયમાં ડિજીટલ પેમેન્ટ બે હજાર ટકા સુધી વધ્યું છે. તેમણે કહ્યું કે ડિજીટલ ઇન્ડિયા, ડિજીટલ પેમેન્ટ અને ડિજીધન એક જ કેમ્પેઇનનો ભાગ છે. અને તેનો ઉદ્દેશ વિકસિત ભારતને બનાવવાનો છે.

English summary
PM Narendra Modi in Digi Dhan Mela at Talkatora Stadium.
Please Wait while comments are loading...