સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને હવે સૌનો પ્રયાસ- પીએમ મોદીએ આપ્યો નવો મંત્ર
75મા સ્વતંત્રતા દિવસના અવસર પર પીએમ મોદીએ લાલ કિલ્લેથી તિરંગો ફરકાવ્યો. જે બાદ તેમમે દેશને સંબોધિત કર્યો. આ વખતે કોરોના મહામારી વચ્ચે પીએમનું સંબોધન બહુ ખાસ હતું, જેમાં તેમણે 100 ટકા ભારતની વકાલત કરી. સાથે જ 21મી સદીમાં દેશને નવી ઉંચાઈઓ પર લઈ જવું હોય તો દેશની ક્ષમતાઓને સંપૂર્ણ ઉપયોગ કરવા પર પણ ભાર આપ્યો.
પહેલાં પીએમ નરેન્દ્ર મોદીએ મંત્ર આપ્યો હતો- સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ જેમાં હવે તેમમે સૌનો પ્રયાસ જોડી દીધું છે. તેમણે કહ્યું કે હવે આપણે 100 ટકા પ્રયાસ કરવા તરફ વધવાનું છે. આપણે સુનિશ્ચિત કરવું પડશે કે 100 ટકા ગામમાં રસ્તા હોય, 100 ટકા ઘરોમાં બેંક ખાતાં હોય, 100 ટકા લાભાર્તીઓ પાસે આયુષ્માન ભારતનું કાર્ડ હોય અને 100 ટકા પાત્ર લોકો પાસે ઉજ્જવલા યોજના અંતર્ગત ગેસ કનેક્શન હોય.
પીએમ મોદી મુજબ દરેક દેશની વિકાસ યાત્રામાં એક સમય આવે છે જ્યારે તે રાષ્ટ્ર ખુદને એક નવેસરથી પરિભાષિત કરે ચે. આ ઉપરાંત તેઓ નવા સંકલ્પ સાથે ખુદને આગળ વધારે છે. ભારત માટે આ સમય હવે આવી ગયો છે. તેમણે આગળ કહ્યું કે આગામી વર્ષોમાં આપણે દેશના નાના કેડૂતોની સામૂહિક શક્તિને વધારવાની છે. આપણે તેમને નવી સુવિધાઓ આપવી પડશે. તેમને દેશનું ગૌરવ બનાવવા જોઈએ.
આધુનિક ભારત પર બોલતાં પીએમ મોદીએ કહ્યું કે દેશના ગામડાં તેજીથી બદલાઈ રહ્યાં છે. પાછલા કેટલાક વર્ષોમાં રસ્તા અને વિજળી જેવી સુવિધાઓ ગામડાંઓ સુધી પહોંચી છે. આજે ઓપ્ટિકલ ફાઈબર નેટવર્ક ગામડાઓને ડેટાની શક્તિ પ્રદાન કરી રહી છે. આ બધા પ્રયાસોનું પરિણામ છે ગામડાંથી સતત ડિજિટલ ઉદ્યમી તૈયાર થઈ રહ્યા છે. અત્યાર સુધી ગામડામાં 8 કરોડ જેટલા લોકો સ્વયં સહાયતા સમૂહો સાથે જોડાયા છે. સાથે જ તેમના દ્વારા સારા ઉત્પાદનો તૈયાર થઈ રહ્યાં છે. જેમને મોટું બજાર અપાવવા માટે સરકાર એક ઈ-કોમર્સ પ્લેટફોર્મ તૈયાર કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાના ખેડૂતો, ઉપરાંત યુવાનોને રોજગાર, આંતરરાષ્ટ્રીય સ્તરે દેશને નવી ઊંચાઈએ લઈ જવા, ગામડાંઓ સુધી વિવિધ સુવિધાઓ પહોંચાડવા વગેરે જેવા મુદ્દાઓ પર ભાષણ આપ્યું હતું.